________________
૩૨. આળા-મળ-વણ્યો, મુત્ત-વાય-સંઘેવ-વિસ્થાો अत्थावगाढ - महागाढं समत्तं जिणभासियं उ दसहा ।।
અર્થઃ જિનભાષિત સમ્યક્ત્વ દસ પ્રકારના છે. (૧) આજ્ઞાસમ્યક્ત્વ (૨) માર્ગસમ્યક્ત્વ (૩) ઉપદેશસમ્યક્ત્વ (૪) સૂત્રસમ્યક્ત્વ (૫) બીજસમ્યક્ત્વ (૬) સંક્ષેપસમ્યક્ત્વ (૭) વિસ્તારસમ્યક્ત્વ (૮) અર્થસમ્યક્ત્વ (૯) અવગાઢસમ્યક્ત્વ (૧૦) મહાગાઢ અથવા પરમાવગાઢસમ્યક્ત્વ
३२. नांगहीनमलं छेत्तुं दर्शनं जन्मसन्ततिम् ।
न हि मंत्रोऽक्षरन्यूनो निहन्ति विषवेदनाम्।।
અર્થ: જે મંત્રમાં એક, બે અક્ષર ઓછા હોય તે મંત્ર જેવી રીતે વિષની વેદના નષ્ટ કરી શકતો નથી તેવી રીતે કોઈ પણ અંગથી હીન સમ્યગ્દર્શન જીવ પણ સંસારની જન્મમરણરૂપ પરંપરાને નષ્ટ કરી શકતો નથી.
३३. संवेओनिव्वेओ णिंदण - गरुहा य उवसमो भत्ती ।
वच्छल अणुकंपा अट्ठगुणा हुंति सम्मते । ।
અર્થઃ સંવેગ, નિર્વેદ, નિંદા, ગર્હી, ઉપશમ, ભક્તિ, વાત્સલ્ય અને અનુકંપા, આ આઠ ગુણ સમ્યક્ત્વમાં હોય છે.
३४. दंसण सुद्धो दंसणसुद्धो लहइ निव्वां ।
दंसण विहीण पुरिसो न लहइ तं इच्छियं लाहं । ।
અર્થઃ જે સમ્યગ્દર્શનની વિશુદ્ધિથી શુદ્ધ છે. તે આત્મા વાસ્તવમાં શુદ્ધ છે. તે આત્માનું જ્ઞાન, ચારિત્ર અને તપ શુદ્ધ છે. દર્શન શુદ્ધ આત્મા જ નિર્વાણને પામી શકે છે. દર્શનવિશુદ્ધિથી રહિત વ્યક્તિ અભીષ્ટ (મોક્ષ)ને પ્રાપ્ત કરી શકતો નથી.
३५. गहिऊण य सम्मत्तं सुणिम्मलं सुरगिरीव णिक्कंपं ।
तं झाइज्जइ झाणे सावय । दुक्खक्खयट्ठाए । ।
અર્થઃ કે શ્રાવક સુનિર્મલ અને સુમેરુપર્વતની જેમ નિષ્કમ્પ (અડોલ) સમ્યક્ત્વને ધારણ કરીને દુઃખરૂપી કર્મોના ક્ષય કરવાના હેતુ માટે તે શુદ્ધ સુનિર્મલ સમ્યગ્દર્શનનું ધ્યાન કરો.
३६. ते धन्ना सुकयत्था, ते सूरा ते वि पंडिया मणुया ।
सम्मत्तं सिद्धिकरं सुविणेवि ण मइलियं जेहिं । ।
અર્થઃ જે નરરત્ન મુક્તિ પ્રાપ્ત કરાવવાવાળા નિર્મળ સમ્યગ્દર્શનને સ્વપ્નમાં પણ મલિન કરતા નથી. તે પુરુષ ધન્ય છે. તેનું જીવન કૃતાર્થ છે. તે જ શૂરવીર છે. તે જ શાસ્ત્રશ પંડિત છે.
૩૨૨
સમકિત