________________
૧૫
ગાથા : ૧
યોગદૃષ્ટિ સમુચ્ચય अत एवाह “योगिगम्यं" इति, योगिनां गम्य: योगिगम्यः, तम् । योगिनोऽत्र श्रुतजिनादयो गृह्यन्ते, अनेनापि भगवतोऽयोगिमिथ्यादृष्टिगम्यत्वव्यवच्छेदमाह । एतजिज्ञासाया अपि चरमयथाप्रवृत्तकरणभावित्वादन्यदा तदनुपपत्तिरिति ।
(૩) હવે મહાવીર પ્રભુના “યોગિગમ્ય” એવા ત્રીજા વિશેષણની સાર્થકતા સમજાવે છે કે- આ કારણથી જ (એટલે કે મન-વચન અને કાયાના યોગથી રહિત એવા અયોગિ ભગવાન્ હોવાથી જ) તેમનું સ્વરૂપ યોગિઓજ માત્ર જાણી શકે છે. યોગદશા ન પામેલા જીવો પરમાત્માના સ્વરૂપને જાણી-ઓળખી શકતા નથી. યોગશતકમાં અપુનબંધક, સમ્યગ્દષ્ટિ, દેશચારિત્રવાનું અને સર્વચારિત્રવાર્ એમ ચાર પ્રકારના યોગીપુરુષો કહ્યા છે. આ ચારે પ્રકારના યોગિ અહીં લેવાના નથી. પરંતુ તેમાં જે શ્રુતજિન આદિ વિશિષ્ટ યોગિ પુરુષો છે. તે જ અહીં લેવાના છે. તેથી કહે છે કે અહીં શ્રુતજિન આદિ યોગિઓ જ લેવાના છે. તેઓની જ દૃષ્ટિ આત્મતત્ત્વ તરફ વિકસિત હોવાથી તેઓને જ “શુદ્ધાત્મતત્ત્વનું સ્વરૂપ સમજાય છે. અચરમાવત આદિ ગાઢ મિથ્યાત્વીજીવોને તો ભવાભિનંદિતા જ હોય છે. તેથી તેઓ તો આત્મતત્ત્વને જાણવાની જિજ્ઞાસાવાળા પણ હોતા નથી. તો જાણપણું આવવાની વાત તો ઘણી દૂર છે. માટે મનાઈપ = યોગિગમ્ય એવા આ વિશેષણ વડે અયોગિ એવા (જેનામાં યોગદશા નથી પ્રગટી એવા અર્થાત્ ગાઢ) મિથ્યાત્વી જીવોને ભગવાનના સ્વરૂપના જાણપણાનો વ્યવચ્છેદ સૂચવે છે. શુદ્ધાત્મતત્ત્વને જાણવાની જિજ્ઞાસા પણ ચરમ યથાપ્રવૃત્તકરણ કાલથી જ (જે યથાપ્રવૃત્તકરણ કર્યા પછી અપૂર્વ-અનિવૃત્તિ-અંતરકરણ અને સભ્યત્વ નિયમા થવાનું જ છે તેવા યથાપ્રવૃત્તકરણ કાલથી) સંભવે છે. તેનાથી અન્યકાલે (પૂર્વકાલે ગાઢ મિથ્યાત્વકાલે) શુદ્ધાત્મતત્ત્વની જિજ્ઞાસાની પણ અનુપપત્તિ છે. ચરમ યથાપ્રવૃત્તકરણ આવ્યા પહેલાં મિથ્યાત્વાદિ દોષોનું પ્રાબલ્ય એવું હોય છે કે શુદ્ધ આત્મતત્ત્વના સ્વરૂપને જાણવાની જિજ્ઞાસા પણ થતી નથી. તો તેને પ્રાપ્ત કરવાની ઇચ્છા અને પુરુષાર્થની તો વાત જ કેવી? એમ જણાવવા આ ત્રીજું વિશેષણ કહ્યું છે. જિનોત્તમ, કાયાદિના યોગથી રહિત, અને યોગિગમ્ય એવા વીરપ્રભુને નમીને હું યોગ સમજાવીશ.
"वीरं" इति चान्वर्थसंज्ञेयं, महावीर्यराजनात्तपःकर्मविदारणेन कषायादिशत्रुजयात्केवल-श्रीस्वयंग्रहणेन विक्रान्तो वीरः, तम् । इत्थमनेन यथाभूतान्यासाधारणगुणोत्कीर्तनरूपत्वाद् भावस्तवस्येष्टदेवतास्तवमाहेति । इष्टत्वं च गुणप्रकर्षरूपत्वाद् भगवतः, देवतात्वं च परमगत्यवाप्त्येति ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org