________________
૧૪
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૧
વિપાકોદયના અભાવે સંભવતી નથી. માટે તીર્થક્ષરત્વત્ આ હેતુ જિનોત્તમમાં જે જણાવ્યો છે તે બરાબર ઉચિત જ છે.
યમેવ વિશિષ્ટતે “ગયો'' કૃતિ “યવાનન: યો:” વિદ્યमान-योगोऽ योगः, तम् । अनेन च भगवतः शैलेश्यवस्थोत्तरकालभाविनी समस्तकर्मापगमरूपां तथाभव्यत्वपरिक्षयोद्भूतपरमज्ञानसुखलक्षणां कृतकृत्यतया निष्ठितार्था परमफलरूपां तत्त्वकायावस्थामिति ।
(૨) વળી આ જ મહાવીર પ્રભુનું બીજું વિશેષણ કહેવા દ્વારા જિનોત્તમમાં પણ વિશેષતા જણાવે છે કે “યો' કાયા-વચન-અને મનની શુભ-અશુભ જે છે. પ્રવૃત્તિચેષ્ટા તે આત્માને કર્મની સાથે જોડનાર હોવાથી યોગ કહેવાય છે. કે જે યોગ કર્મબંધનું કારણ છે. આવા પ્રકારનો યોગ જે મહાત્માઓને વિદ્યમાન નથી, અર્થાત્ કર્મબંધના કારણભૂત ત્રણે પ્રકારના યોગનો જેઓએ નિરોધ કર્યો છે તેવા વીરપ્રભુને હું પ્રણામ કરું છું. આ વિશેષણ વડે શેલેશી અવસ્થા (ચૌદમા ગુણસ્થાનક) પછીના કાળે આવનારી, ઘાતીઅઘાતી એમ સર્વે કર્મોના અપગમ (વિનાશ) રૂપવળી તથાભવ્યત્વના પરિક્ષયથી ઉત્પન્ન થયેલા પરમજ્ઞાનાનંદરૂપ, કૃતકૃત્ય થવાથી સમાપ્ત થયેલા પ્રયોજનવાળી પરમપ્રકર્ષાત્મક ફળવાળી એવી ભગવાનની તત્ત્વકાયાવસ્થા (શુદ્ધ આત્મતત્ત્વ માત્ર વાળી અવસ્થા) જણાવી છે.
ગયો વિશેષણ વડે સિદ્ધાવસ્થા જણાવી છે. તે કાલે પ્રભુનો માત્ર શુદ્ધ આત્મા જ હોય છે. એટલે આત્મતત્ત્વ એ જ જાણે કાયા હોય તેવી શુદ્ધ-બુદ્ધ-નિરંજન-નિરાકારવાળી આત્માની “તત્ત્વકાયાવસ્થા” જણાવી છે. આ અવસ્થામાં પ્રભુને મન-વચન- અને કાયા એમ ત્રણમાંથી એક પણ પ્રકારનો યોગ હોતો નથી. આ અવસ્થા કેવી છે ? તે પાંચ વિશેષણો વડે સમજાવાય છે.
(૧) આ અવસ્થા ચૌદમા ગુણસ્થાનકરૂપ શૈલેશી અવસ્થા આવ્યા પછી જ આવે છે. (૨) સર્વકર્મોના અપગમથી જ જન્ય છે. (૩) અનાદિકાળથી આ જીવમાં મોક્ષે જવાની “યોગ્યતા” રૂપ જે તથાભવ્યતા હતી, તે આ જીવ જ્યારે મોક્ષે જાય છે ત્યારે નષ્ટ થાય છે. એટલે તથાભવ્યત્વના પરિક્ષયથી ઉત્પન્ન થયેલ જ્ઞાનના પરમાનંદરૂપ સુખમય આ અવસ્થા છે. (૪) જે જે કાર્ય કરવાનાં હતાં તે તે તમામ કાર્યો (ક્ષપકશ્રેણિ-મોહનાશ-ઘાતકર્મનાશ-સર્વજ્ઞતા-અબંધકતા-સર્વસંવરભાવ-શૈલેશીકરણ મુક્તિપ્રાપ્તિ આદિ સર્વકાર્યો) કરાયાં હોવાથી નિષ્ક્રિતાર્થ સમાપ્ત પ્રયોજનવાળી આ અવસ્થા છે. (૫) તથા પરમફલસ્વરૂપsઉત્કૃષ્ટફલાત્મક અંતિમ સાધ્યની સિદ્ધિસ્વરૂપ એવી આ અવસ્થા છે. આ પ્રમાણે અયોગ વિશેષણથી પરમાત્માની આવા પ્રકારનાં પાંચ વિશેષણોવાળી તત્ત્વકાયાવસ્થા જણાવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org