________________
૧૨
યોગદષ્ટિ સમુચ્ચય
ગાથા : ૧
વળી જેટલી પોતાની યોગ્યતા હોય તેટલા જ વિષયમાં પ્રવૃત્તિ કરવી એ જ “ઉચિતાચરણ” કહેવાય છે. ઉત્તમપુરુષોએ સર્વત્ર ઉચિત આચરણથી જ પ્રવૃત્તિ કરવી જોઇએ. આ અર્થદર્શન માટે પણ આ ઈચ્છાયોગ શબ્દનો પ્રયોગ કરીને ઇતરનો વ્યવચ્છેદ જણાવ્યો છે. પોતે મહાજ્ઞાની, મહાયોગી, મહાત્મા, અને મહાસંત હોવા છતાં પોતાને અલ્પ પણ મૃષાવાદનો દોષ ન લાગી જાય તે માટે અને સજ્જન પુરુષોએ સર્વત્ર ઉચિત જ (પોતાના અધિકાર પ્રમાણે જ) પ્રવૃત્તિ કરવી જોઇએ આવો ગંભીર સંકેત જણાવવા ગ્રંથકારશ્રીએ “ઇચ્છાયોગ” શબ્દનો પ્રયોગ કર્યો છે. તેષાંક આ ત્રણે યોગોનું વર્ણન હમણાં જ ગાથા ૨ થી ૫ માં જણાવાશે.
વિવિશિષ્ઠ વીfમર્યાદિ-ગ્રંથકારશ્રી જે વીરપરમાત્માને નમસ્કાર કરવા ઇચ્છે છે તે વીરપરમાત્મા કેવા છે? તે જણાવવા માટે ગ્રંથકારશ્રી વીરપ્રભુનાં ત્રણ વિશેષણો જણાવે છે
१ अयोग, २ योगिगम्य, ३ जिनोत्तम
(૧) ત્યાં પ્રથમ જિનોત્તમ વિશેષણનો અર્થ પ્રગટ કરે છે કે આ નિરોત્તમ વિશેષણ વીરપરમાત્માનું જે “શુદ્ધાત્મદ્રવ્ય” છે, તેનું છે. આ સંસારમાં જે જે આત્માઓ “રાગાદિ દોષોને” જીતે છે. તે સર્વે જિન કહેવાય છે. આ વ્યાખ્યા પ્રમાણે વિશિષ્ટશ્રુતજ્ઞાની (શ્રુતકેવલી) આદિ અનેક મહાત્મા પુરુષો પોતપોતાની ભૂમિકા પ્રમાણે ઉત્તરોત્તર અધિક-અધિકપણે દોષોને જીતે જ છે. તેથી વિશિષ્ટશ્રુતજ્ઞાની હોય અને શ્રુતજ્ઞાનના બળે મોહાદિ દોષોને જીતતા હોય એવા તે શ્રુતકેવલી આદિ પણ શ્રુતજિન કહેવાય છે. એવી જ રીતે અવધિજ્ઞાની, મન:પર્યાયજ્ઞાની, અને કેવલજ્ઞાની મહાત્માઓ પણ પોતાના ઉત્તમ સમ્યજ્ઞાનાદિગુણો દ્વારા રાગાદિ દોષોને જીતે જ છે તેથી તેઓને પણ અવધિજિન, મન:પર્યવજિન અને કેવલીજિન કહેવાય છે. તેવા તેવા અનેક પ્રકારના જિનોમાં મહાવીર પ્રભુ સર્વથી ઉત્તમ છે. માટે મહાવીર પ્રભુને જિનોત્તમ એવા વિશેષણથી વિશેષ નમસ્કરણીય તરીકે ભિન્ન જણાવે છે. જિનોત્તમ કહેવાનાં બે કારણો છે. (૧) કેવલિ હોવાથી, અને (૨) તીર્થકર હોવાથી વીરપ્રભુ જિનોત્તમ છે. મૃતજિન, અવધિજિન, અને મન:પર્યવજિનથી વીરપ્રભુને ઉત્તમ કહેવામાં વનિત્વાન્ (કેવલી હોવાથી) એ હેતુ લગાડવો અને કેવલીજિનની અંદર ઉત્તમ કહેવામાં તીર્થરત્વત્ (તીર્થંકર હોવાથી) આ હેતુ લગાડવો.
પ્રશ્ન = સામાન્ય કેવલી અને તીર્થકર કેવલી આ બન્ને પ્રકારના કેવલીઓમાં સર્વજ્ઞતા અને વીતરાગતા એક સરખી છે તથા બન્ને કેવલીઓ મોક્ષે જાય છે અને અશરીરી બને જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org