________________
શ્રાવકધમ વિધાન જિનવચનને સમ્યક્ પ્રકારે સાંભળે તે શ્રાવક કહેવાય. અહિં સાંભળવુ એ ક્રિયા કોઇ પણ શ્રોત્રેન્દ્રિય લબ્ધિવાળાને (ક્શેન્દ્રિયવાળા સર્વ જીવાને) હોય છે અને શ્રાવકપણું સાંભળવાની ક્રિયાની અપેક્ષાવાળુ છે તે એ રીતે કણેન્દ્રિય વાળા સર્વે જીવાને શ્રાવક તરીકે ગણવાના પ્રસંગ આવે અને એમ બધા કણેન્દ્રિયવાળાને શ્રાવક કહેવાય નહિ. માટે એ સાંભળવાની ક્રિયા પણ અમુક વિશેષતાવાળીજ હાવી જોઈ એ, તે કારણથી ગ્રન્થકર્તાએ નિવયાં-જિનવચન સાંભળે તે શ્રાવક પરન્તુ કાઇપણ વચન વા ભાષા માત્ર સાંભળવાથી શ્રાવક ન ગણાય એમ કહ્યું. અહિં` જિનવચન એટલે શ્રીસર્વજ્ઞ ભગવતાનું વચન અથવા આગમ તે સાંભળવાથીજ શ્રાવક ગણાય, પરન્તુ અપાનાં વચન સાંભળવાથી અથવા અપ્રમાણ પુરૂષોનાં વચન સાંભળવાથી શ્રાવક ન ગણાય, કારણ કે એવાં વચન સાંભળવાથી આત્માને કંઇ પણ લાભ થતા નથી એટલું જ નહિ પરન્તુ ભવવૃદ્ધિ રૂપ વિપરીત ફળ થાય છે. માટે અલ્પજ્ઞને અપ્રમાણુ પુરૂષોનાં વચન સાંભળવાં ચિત નથી.
પ્રશ્ન:—જિનવચનજ સાંભળવા ચેાગ્ય છે, અને તે સાંભળવાથી જ શ્રાવક કહેવાય એમ શા માટે ?
ઉત્તર-પરહોયદિ—પરલેાકમાં હિતકારી હાય તા જિનવચનજ હિતકારી છે, કારણકે જિનેન્દ્ર ભગવંતા સર્વાંગ હોવાથી તેમનાંજ વચન સંપૂર્ણ સત્ય છે. માટે જિનવચન સાંભળવાથીજ શ્રાવક ગણાય.