________________
શ્રાવકધર્મવિધાન સંક્ષેપથી કહીશ. અને તે પણ ભાવાર્થ સહિત કહીશ, અર્થાત ધર્મનું તાત્પર્ય શું? તે સમજાવવા પૂર્વક કહીશ.
પ્રશ્ન –તમ શ્રાવક ધર્મનું સ્વરૂપ ભલે કહે, પરંતુ તમે સર્વજ્ઞ નથી તેમ વીતરાગ પણ નથી, તેથી તમારે કહેલે શ્રાવકધર્મ વિસંવાદવાળો અને આશંકાવાળે હેય તે સંભવિત છે, જેથી વિસંવાદ રહિત અને શંકા રહિત નિઃશંકપણે જેઓ શ્રાવક ધર્મ સમજવાની ઈચ્છાવાળા છે તેઓને તમારે કહેલ આ શ્રાવકધમ ઉપયોગી નહિ થાય.
ઉત્તર–ના, એમ નહિ, કારણ કે હું જે શ્રાવકધર્મ કહીશ તે મારી સ્વમતિકલ્પનાથી નિશ્ચિત કરેલ નહિ કહું પરતુ સુરણ - સૂત્રની નીતિ વડે કહીશ, અર્થાત્ ગણધરાદિ મહાપુરૂષોએ કહેલાં જે ગમે તેને અનુસાર કહીશ. જે હું મારી સ્વતંત્ર કલ્પનાથી નિશ્ચિત કરેલે શ્રાવકધર્મ કહું તે અવશ્ય અનાદરણીય થાય, માટે (શ્રી હરિભદ્રસૂરિ મહારાજ કહે છે કે, સૂત્રાનુસારે કહેલો-કહેવાતે આ શ્રાવકધર્મ શ્રોતાઓને આદરણીય છે.
એ પ્રમાણે પહેલી ગાથામાં ગ્રન્થર્જાએ પ્રથમ મંગલાચરણ કરીને ત્યારબાદ અભિધેય-વિષય, ગ્રન્થ બનાવવાનું પ્રોજન અને ગ્રન્થને સંબંધ એ ત્રણ અનુબંધ દર્શાવ્યા.
અવતરણ–પહેલી ગાથામાં “સાવધ છં– શ્રાવકધમ કહીશ” એમ કહ્યું, ત્યાં પ્રથમ શ્રાવક શબ્દને અર્થ શું તે દર્શાવાય છે