________________
૩૭
અને ઉત્થાન મારા નાથ ! પ્રભુ આપની આગળ કશું ય શી વિસાતમાં છે? ક્યાં આપને અથાગ અમૂલ્ય ઉપકાર? ને ક્યાં સો -હજાર-લાખમા ભાગે પણ આભાર વાળવાની ય અમારી ત્રેવડ નહિ? પછી એની લાખમા કરેડમા ભાગની પણ કૃતજ્ઞતા અદા કરવાની વાત ક્યાં? જે એ હેત, તે મળેલી તન-મન-ધન-ઈન્દ્રિયની વિપુલ શક્તિઓમાંથી, પ્રભુ ! તમારી સેવામાં ને તમારી આજ્ઞાની આરાધનામાં કેટલીય લગાડયે જતા હતા?
નિશ્ચિત્તતા-નિર્ભયતા કેમ નથી –
જીવનમાં દિલનો મુખ્ય સંબંધ આત્મગુણોને વિકાસ કરવાની અને શુભ અધ્યવસાયનું બળ વધારવાની સાથે રહે તે જ સતત જાગૃતિ રાખીને આ કાર્ય થવાનાં. નહિતર તે જડ પદાર્થો અને કાયાની સુખશીલતા-સન્માનને ધસારો એ છે કે એ જીવને તાણ્યા જ રહેવાના. મન એમાં ને એમાં વ્યગ્ર રહેવાનું. દિવસ અને રાત એ જ ગડમથલ. સાર શે નીકળવાનો ? હૃદય પર હાથ મૂકી ને કહે, શું એવા જડ જીવનમાં હૈયાને નિશ્ચિત્તતા-નિર્ભર યતા છે? કઈના અકાળ મૃત્યુને જોતાં દિલમાં આંચકે આવે છે ને કે “કદાચ આપણું ય કાંક આવું થાય છે ?
અથવા કઈ એ રોગ ઊભું થતાં ડાકટર વૈદ કઈ એવી ભયંકર આગાહીની સંભાવના કરે તે હદયના ઊંડાણમાં આઘાત લાગે છે ને? અથવા વિશ્વયુદ્ધ, પાકીસ્તાની