________________
૨૭ય
અને ઉત્થાન
કેટલું વિચિત્ર! શરદી મિટાવવી છે, પણ હવા ખાવાનું નથી છોડવું ! આરોગ્ય જોઈએ છે, પણ પથ્ય નથી સાચવવું! દુઃખ મિટાવવું છે, કિન્તુ પાપ નથી છોડવા ! સુખની ઈચ્છા છે, પણ ધર્મ નથી જોઈતે. કારણ વિના કાર્ય કેમ બને? મૂળ સિંચ્યા વિના છોડ કેમ વળે? પાક ક્યાંથી થાય ? ધર્મ એ મૂળ છે, સુખ એ ફળ છે. નાના વૈભવથી માંડી મેટા ચક્રવર્તીના વૈભવ પણ ધર્મજનિત પુણ્યથી જ પ્રાપ્ત થાય છે. નહિતર તેવાં ઉચ્ચ કેટિના પુણ્ય વિના જેને તેને ચકવતી પણું કેમ ન મળે? દુનિયામાં દેખાય છે કે મોટી સૈન્ય-શસ્ત્રાદિની સામગ્રીથી ધાંધલ મચાવનારા અને એક વખત દુનિયાને ગભરાવી મૂકનારા પણ ચકવતી નથી બની શક્યાં. નેપોલિયનહિટલર–મુસલિનીએ ધમાચકડી ક્યાં ઓછી કરી હતી ? પણ મનની મનમાં રહી ગઈ, ને એ ઊડી ગયા ને ? રુકમીના જીવે દીર્ઘકાળ દુખમય ભ કર્યા બાદ ધર્મનું શરણું લીધું, આગળ વધતાં વધતાં એટલે બધે કષ્ટમય ધર્મ સાથે, કે એણે ઠેઠ ચક્રવર્તી પણાનું પુણ્ય ઊભું કરી દીધું, અને ચક્રવત બન્યા.
હવે અહીં ખૂબી એ હતી કે ધર્મ પણ નિરાશસ ભાવે કેવળ આત્મકલ્યાણ-આત્મશુદ્ધિ અર્થે સાથે હતે; તેથી ચકવર્તી પણાના વૈભવમાં એ જીવ મેહમૂઢ ન બની ગયે.
પ્ર-ધર્મ આત્માના કલ્યાણની ઈચ્છાથી કર્યો એ પણ ઈચ્છા આશંસા તે થઈને? નિરાશંસપણું ક્યાં કહ્યું?