________________
૨૮૦
રુમી રાજાનું પતન આ સિવાય પણ કૃષ્ણ અને શ્રેણિકનાં જીવનમાં અભક્તિ, સાધુ ભક્તિ, અને ધમનાં સન્માન પણ એવા કરવાનું રાખ્યું હતું કે જેના ઉપર કહી શકાય કે ભવાંતરે ચારિત્ર મળે એનું મૂલ્યભૂત નાણું અહીં ઊભું કરી રહ્યા છે.
સારાંશ, ભવાંતરે જે ધર્મ જોઈએ છે, કે જે મોક્ષ જોઈએ છે, એની કોરી ઈચ્છા માત્રથી નહિ ચાલે, પણ એના માર્ગે કંઈક ને કંઈક પ્રયાણ જોઈશે; તે ય એની શુદ્ધ ઈચ્છા અને સચોટ લક્ષથી. આ રીતે ધર્મ સધાય, તે તે નિરાશ સભાવે ધર્મ સાથે ગણાય.
રુકમીના જીવે એ રીતે હવે ધર્મસાધના કરવા માંડી છે તે કમશઃ ચક્રવતી છે, ત્યાં પણ જુઓ કેવા ઉચ્ચ ધર્મ પર ચડી જાય છે! એ પ્રતાપ પૂર્વની ધર્મ, સાધનાને તે ખરો જ, પણ નિરાશસભાવને, કેવળ આત્મહિતની બુદ્ધિને.
વિષયેચ્છાથી ધર્મબીજ શેકાઈ જાય –
ધર્મ કર કરે ને વચમાં તુચ્છ વિષય સુખની ઈચ્છા ને લફરાં ઘાલવા, તુચ્છકીતિ વાહવાહની કામનાના કલંક ઘાલવા એ ધર્મબીજને શેકી નાખવાને ધંધે છે. પછી એના પર ધર્મને અંકુર ન ફૂટે.
કેમકે અહીં જ ધર્મનાં ફળરૂપે અધિક ધર્મ નહિ, પણ ધર્મઘાતક વિષય સુખેચ્છા કે કીર્તિ–વાહવાહની ઈચ્છા કરી. પછી જે ઈચ્છર્યું તેની જ મમતા આગળ