________________
રુક્મી છેલ્લે ગાવિ પત્ની બ્રાહ્મણી
ચક્રવતી આચાય આ એકે એક પ્રમાદના ત્યાગમાં સજાગ હતા. ઝીણામાં ઝીણા પાપની પણ શુદ્ધિ કરી અંતકાળે સમાધિપૂર્ણાંક આરાધના સાથે આયુષ્ય પૂર્ણ કરી પહેલા સૌધર્મ દેવલાકમાં ઇન્દ્રની અગ્ર પટ્ટરાણી ઇન્દ્રાણી બન્યા. ત્યાંથી કાળ કરી અહી' મનુષ્ય અવતારે બ્રાહ્મણી તરીકે જન્મ્યા; અને ક્રમશઃ એક ગાવિંદ નામના બ્રાહ્મણ સાથે એમનુ લગ્ન થયું.
સ્ત્રીના અવતાર કેમ ?
અહીં ગૌતમ મહારાજ મહાવીર ભગવાનને પૂછે છે હે ભગવન્ ! પૂર્વે એવી સુંદર આરાધના કરવા છતાં દેવલેાકમાં ય સ્ત્રીને અવતાર અને અહી પણ સ્ત્રીના અવતાર કેમ પામ્યા ?
*
ભગવાન કહે છે. ‘ગૌતમ! આ સ્ત્રીપણું એ પૂર્વે રુકમી સાધ્વીના ભવે માયાશયના પ્રતાપે જે ઉત્કૃષ્ટ સ્થિતિનુ સ્ત્રીવેદ–કમ બાંધેલું તેના અવશેષનુ ફળ હતું.
છતાં હવે જુએ કે આ ભવમાં જ એ કેવી રીતે માણ પામે છે. આના અધિકાર બતાવતાં ભગવાન એના સંપર્કમાં આવતી એક બ્રાહ્મણ-કન્યાને આ રીતે અધિકાર બતાવે છે.
સૂર્ય શિવ બ્રાહ્મણ : પુત્રી સૂર્ય શ્રી
આ ભારતવષ માં અવન્તિ નામને દેશ; એમાં