Book Title: Rukmi Rajanu Patan Ane Utthan Part 02
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 489
________________ ૪૭ર રમી રાજાનું પતન સુખની અભિલાષાથી અત્યંત નિશ્ચિત મનવાળા બનીને, એ બ્રાહ્મણીની સાથે ચૌદપૂર્વધર સકલગુણગણસંપન્ન ચરમશરીરી ગુણધર સ્થવિરની પાસે ચારિત્ર લીધું. સ્વીકૃત ચારિત્રને બરાબર અનુસરી અત્યંત ઘેર-વીર-ઉગ્ર તપસંયમ-અનુષ્ઠાન સ્વાધ્યાય ધ્યાનાદિમાં જ એકચિત્તબની ગયે. વિરાગ થતાં જ ચારિત્ર કેમ? – ક્યાં ઘડી પહેલાનું એ જીનું વાતાવરણ અને ક્યાં ઘડી પછીની સ્થિતિ? ઈતરે પણ કહે છે જવ વિરત તવ જેવા જે દિવસે જ સંસાર પર વિરાગ જન્મે તે જ દિવસે સંસાર છોડી નીકળી જાય. કેમ એમ? શું સમજીને વૈરાગ્ય થતાં જ ત્યાગ કરી દેવાનું કહ્યું હશે? આ સમજીને કે (૧) અનંતાનંત કાળથી રામવાસના ઘેર્યું મન વિરક્ત થવા છતાં વિષયેના સંગમાં પડયું રહે તે સંભવ છે કે વિષયેની અનુકૂળતા પાછું એને મુંઝવી નાખે, રાગ-પરવશ કરી નાખે ! પણ જે એના સંગથી દૂર જઈ બેઠા તે હવે મન બીજી જ દિશામાં કામે લાગી જવાનું અને એમાં પલેટાઈ જવાનું. (૨) બીજું એ છે કે આયુષ્યને ભરસો નથી કે ક્યારે તૂટે. વૈરાગ્ય થવા છતાં વિષયસંગમાં બેસી રહે, ને કદાચ આયુષ્ય ખૂટયું તે ત્યાગના લહાવા લીધા વિના

Loading...

Page Navigation
1 ... 487 488 489 490 491 492 493 494 495 496 497 498