Book Title: Rukmi Rajanu Patan Ane Utthan Part 02
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 491
________________ આવતાં અવાજ ૪૭૪ રૂફમી રાજાનું પતન ઉ૦–શું સારૂં? સારૂં તે ત્યાગ સ્વીકારવામાં કેમકે ત્યાગમય મુનિજીવનમાં શાસ્ત્ર-વ્યાસંગ, ગુર્નાદિકને યેગ,. અને ચોવીસે કલાક ધર્મમય જ વાતાવરણથી આત્મામાં જે ઉચ્ચ અધ્યવસાય, ઉચ્ચ વિચારસરણી, ઉચ્ચ ભાવનાઓ જામે છે, એમાં પછી ઘડપણ આવતાં એક ગૃહસ્થ વૃદ્ધ ઉંમરવાળા કરતાં કેટલીય ઊંચી આત્મપરિણતિ અને જીવનસરણી રહે છે. ત્યારે, ત્યાગમય મુનિજીવન ગાળવામાં વ્યાધિ અને અકસ્માને અવકાશ ઘણો ઓછો રહે છે. પણ તેવા જ કોઈ કર્મના ભેગે વ્યાધિ આવી જાય તે સેવા કરનારમાં મુનિઓ અને સંઘ મળે એ તે જુદું, પણ વિશેષ તે આ કે ચિત્તની પરિણતિ એક ઘરવાસી કરતાં જુદી ધર્મમય સુંદર કટિની રહેવાની. ભૂલતા નહિ– આખા ય શુભાશુભ કર્મબંધને આધાર ચિત્તની પરિણતિ ઉપર છે. એમાં ય ચિત્તપરિણતિ જેટલી ઊંચી કક્ષાની સારી, એટલે શુભ બંધ ઊંચે તેમ સકામ નિર્જર ઊંચી, કેઈ કર્મના ઝુંડ સાફ કરી નાખે ! જીવને રંગમાં સહવાનું તે ઘરમાં બેઠે કે ત્યાગી બન્મે લગભગ સમાન; પણ આ ચિત્ત પરિણતિ અને એનાં ફળમાં મેટો તફાવત, એ જોતાં કદાચ એનાં મુનિપણમાં આરંભ–સમારંભની સગવડ ઓછી જોગવી તેથી સહેજ વધુ સહવું પડયું પણ એથી શું? ત્યાગી જીવનમાં પરલેક સાથે ચાલે એવું શુભ ચિત્તપરિણતિનું ઘડતર મળે, વળી શુભ પુણ્યના ચેક અને અશુભ કર્મની ભારેભાર નિર્જરાને લાભ મળે એ લાભ

Loading...

Page Navigation
1 ... 489 490 491 492 493 494 495 496 497 498