________________
અને ઉત્થાન
૪૫૩
. (૪) ત્યારે એ પણ છે કે એવું કાંઈ નક્કી તે નહેતું કરી રાખ્યું, પરંતુ મન વિષમાં અતિ મૂઢ અને લુબ્ધ છે, કુટુંબ–પૈસા-પ્રતિષ્ઠાદિમાં ભારે મૂઢતાથી એંટી ગયેલું છે, તે ય રુડું સાંભળવાની અસર ન થાય. પેલા મથુરાના ચિબાઓએ હૈડીનું નાંગરૂં ઉપાડ્યા વિના હોડી ચલાવવા હલેસાં તે ઘણા માર્યા પણ હોડી શાની જરાય આગળ વધે? એમ વિષયોમાંથી મનની ગાંઠ છોડી નાખ્યા વિના એ મને ગમે તેટલું ય સારું સાંભળેલાના માર્ગો શી રીતે આગળ ધપે? માત્ર ગાંઠ છેડવાની વાત છે હોં ! એટલે?
મનની ગાંઠ આ નિર્ધારવાળી ગણતરી જ કે “આ મળેલા કે મળવાની આશાવાળા દુન્યવી વિષ સારા જ છે, મેળવવા રાખવા ભેગવવા લાયક જ છે, એમાં કાંઈ છેટું નથી, એ છોડશે જ નહિ. એના ત્યાગની વળી મૂર્ખાઈ શા માટે કરવી ? અથવા ત્યાગની મારી શક્તિ જ નથી, આવી આવી ફિફસ નકકી કરી રાખેલી ગણતરી એ મનની ગાંઠ છે. “મહારાજ તે વિષને બેટા કહે, એમને એજ કહેવાને ધરમ છે, પણ આપણે તે આપણે ધરમ સંભાળવાનો. ને એમ તે મેં ઘણું ય મહારાજેને સાંભળી કાઢયા, પણ તેથી કાંઈ લહેવાઈ જવાય? આંધળિયા કરાય? ના, સંગ જેવા જોઈએ ને? રાબેતા મુજબ ચાલે છે તે ઠીક છે, બોલે છે, આ ગાંઠ બાંધી રાખી હોય, પછી સાંભળવાની શી અસર થાય ?
(૫) ત્યારે એ પણ વસ્તુ છે કે મન જે અતિશય