________________
અને ઉત્થાન
ગણધરો દ્વાદશાંગીની રચના કરવા સમર્થ હોય છે, પરંતુ ક્યારે? ભગવાન પાસેથી ત્રિપદીનાં વચન મળે ત્યારે ને? એટલે તીર્થકર વચન મળવાં બહુ અગત્યનાં છે. હરિભદ્રસૂરિજી મહારાજ વગેરે પૂર્વે બ્રાહ્મણપણે હતા ત્યારે સમર્થ તે હતા જ, પણ અદ્દભુત શાસ્ત્રો ક્યારે રચી શક્યા? મહાન વાદીઓને પરાસ્ત કરી જિનશાસનને જયાં કે ક્યારે બજાવી શક્યા? તીર્થકર વચન મળ્યા પછી ને? માટે જ એ વચન-સામગ્રી મળ્યાની ખૂબ કદર કરે.
સર્વજ્ઞ–વચનની કદર માટે શું કરવું? :
સર્વજ્ઞવચન-પ્રાપ્તિની કદર આ, કે એને અનુસાર આત્મબળ પ્રગટ કરવું. એ પણ બહુ અગત્યનું છે. મહા પુરુએ એ પ્રગટ કર્યું તે જ સંયમ સ્વીકારી મહાન શાસ્ત્રરચના અને શાસન-પ્રભાવના કરી શક્યા ! મરીચિ આત્મબળ પ્રગટ રાખવામાં ચૂક્યા તે પડયા નીચે ! આજે હજારે માણસ જિનેન્દ્રવચન મળવા છતાં આત્મબળ અજમાવવાની ખામીએ ઊંચે ચડી શકતા નથી; એ સ્પષ્ટ દેખાય છે.
આત્મબળ પ્રગટાવી ૩ વસ્તુ કરવાની –
ગોવિંદ બ્રાહ્મણ છોકરાઓને આત્મબળ પ્રગટાવી મુખ્ય ત્રણ વાત કરવાની કહે છે –
. (૧) દુષ્ટ ઈન્દ્રિય પર પાકે અંકુશ મૂકી, એના ગુલામ નહિ, પણ વિજેતા બને. એ વિષયમાં ઈન્દ્રિયો