Book Title: Rukmi Rajanu Patan Ane Utthan Part 02
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 483
________________ ૪૬૬ રમી રાજાનું પતન બ્રાહ્મણનું હૃદય સૂક્ષમ અહિંસાદિથી વ્યાપ્ત ક્ષમાદિ દશ પ્રકારના ધર્મની વાસ્તવિક્તાને જુએ છે કે જેને ઈન્કાર ઈન્દ્ર જેવાથી ન થઈ શકે, છોકરાઓને એ કહે છે “આ તમારી માતા તે વિશ્વવંદ્ય છે, એક મહાન ઉપાધ્યાય છે. એનું મહત્વ જરાય ઓછું ન સમજતા. એણે જે ભવ્ય પ્રકાશ આપે એ વચને સર્વને હિતકારી અને સમસ્ત પાપોને નાશ કરનારાં છે. એ મળ્યાં એથી તે સમજે કે ગુરુ તૂઠયા ! યજ્ઞ ફળ્યા ! વિદ્યાભ્યાસ લેખે લાગ્યા ! એટલે હવે તે આત્મબળ પ્રગટ કરવાની ઊંચી સામગ્રી બની આવી! માટે એ આત્મબળ પ્રગટ કરે.” વાત પણ સાચી છે કે માર્ગ જ હાથ ન લાગ્યું હોય તે આત્મબળને ક્યાં ઉપયોગી બનાવવાનું ? તે ય માનવજન્મ હાથમાં છે ત્યાં સુધી જ શક્ય. જુઓ માર્ગ લીધા પછી ઠેઠ મેક્ષે પહોંચવા માટે આત્મબળ પ્રગટ કરનાર મહાત્માને પણ ક્ષપકશ્રેણિને બદલે જે ઉપશમશ્રેણિ લાગી જઈને ત્યાં જ આયુષ્ય પૂરું થઈ ગયું તે અનુત્તર વિમાનમાં જઈને અટકવું પડે છે! કેમકે માનવભવ તૂટ્યો! આત્મબળ પ્રગટાવવાની, સફળ કરવાની, ચારિત્રમાર્ગ લાધવાની, સામગ્રી ગઈ! હવે ફરીથી સામગ્રી પામે ત્યારે વાત, આવજે ! આ માટે માનવભવે પહેલું તો જિનવચનથી માર્ગ પામે. એ માટે જિન વચનની કદર કરે, અને આત્મબળજિનવચન કથિત માર્ગમાં જ જોડે.

Loading...

Page Navigation
1 ... 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498