________________
અને ઉત્થાન
૪૬૫ તન-મન-ધન ક્યાં તૂટી પડે? :--
ત્યારે જે કાયાને એ પ્રભુના કરીને ત્રિકાળ-દર્શનપૂજન કરવાનું પાલવતું ન હોય, મનને એમના સુંદર વિચારે કરી એવારી જવાની ફુરસદ કે પરવા ન હોય, અને “ધન તે મારૂં મારા બાપનું” કરીને એમની ભક્તિમાં ધનને ભોગ આપવાનું દિલ જ ન ઊછળતું હોય, તે એમના પર પ્રેમ શો રહ્યો? બહુમાન ક્યાં રહ્યું? કહે જ્યાં સંસાર પર બહુમાન છે ત્યાં આત્મતારક પર બહુમાનના વાંધા.
ગૌતમ ઈંદ્રભૂતિ બ્રાહ્મણને મહાવીર પરમાત્મા મળ્યા, ઓળખાયા, એટલે ધનમાલ છેડી આખી ય તન-મન અને જીવનની સંપત્તિ પ્રભુચરણે અર્પિત કરી દીધી ! તે સુલસા શ્રાવિકાને મહાવીર પ્રભુ ઉપર એટલે અઢળક પ્રેમ, કે એ અંબડ પરિવ્રાજકે વિદુર્વેલા બ્રહ્મા-વિષ્ણુ-મહેશ અને ૨૫ મા તીર્થકરને જેવા સરખી ય ન ગઈ
અહીં ગેવિંદ બ્રાહ્મણને એવા બહુમાનથી પત્ની જાણે પરમાત્માના અવતાર જેવી ઊતરી આવેલી લાગી ! એટલે એના પર ઓવારી જઈને સાવધાન બની જાય છે, અને પિતાના પુત્રને પણ કહે છે “હે દીકરાઓ જુઓ જુઓ, આ તમારી માતા કેઈ સામાન્ય મનુષ્ય નહિ. એ તે પરમાત્માને અવતાર સમજે. કેવા એના ગંભીર તર– પ્રકાશક બેલ! આ વચનેનું તે મેટા ઈંદ્ર જેવા ય ખંડન ન કરી શકે એટલા એ ટંકશાળી વચન છે !”