________________
અને ઉત્થાન
૪૬૧ :
હેઠળ ચલાવેલ હિંસા–અદત્ત–પરિગ્રહ વગેરે પાપમાં લયલીન બનવામાં આત્માની શી ગંભીરતા કઈ વિદ્વત્તા ગણાય? સેભાગીપણું ભાગ્યવંતાપણું લેખાય? ત્યાં ક્યી રાગદ્વેષથી પર સ્થિતિ હેય? જીવને ઇન્દ્રિયના વિષયે તે અનંતાનંત કાળથી ગમતા આવ્યા છે, અને અજ્ઞાનતા, મૂઢતા પણ સહજ જેવી ચાલી આવે છે, એ પોષનારા અતત્ત્વ અને. અને અતાત્વિક ધર્મમાં ઘસડાયા રહેવું, એ બુદ્ધિ રાગદ્વેષથી હણાઈ જવાને લીધે સહજ છે. | મુડદાલ બુદ્ધિ તત્વ ધમમાં જવા અશક્ત –
સર્વજ્ઞ ભગવાને કહેલા મહાન ધર્મ–આચાર-વિચારે અને અનુષ્ઠાનેમાં જીવ ઉત્સાહિત બનીને કેમ ર પ નથી રહેત? કારણ આ જ, કે જ્યાં સુધી બુદ્ધિ અસાર તુચ્છ અને વિનશ્વર પદાર્થોને ઈષ્ટ માને છે, અને એના રાગમાં અને અનિષ્ટના દ્વેષમાં તણાયેલી હોય છે, ત્યાં સુધી એ મુડદાલ રહે છે. એવી મુડદાલ બુદ્ધિમાં સારભૂત તત્ત્વ અને તાત્વિક ધર્મ પર ચડવા માટે કૌવત જ નથી. સશક્ત બુદ્ધિ જ એમાં ચડી શકે; અને સશક્તતા તે જ આવે કે પેલા રાગદ્વેષને તાવ જાય. તાવથી નખાઈ ગયેલા શરીરે ક્યાં દડધામ વગેરે પરાક્રમે થઈ શકે છે? એવી રાગાદિના તાવમાં બુદ્ધિની દશા છે.
રાગદ્વેષ દબાવી સંયમ, તપ-સંયમથી બાકીનાને નિકાલ –
આના પર ગંભીર વિચાર કરીને જ મોટા તવંગર,