________________
૩૭૬
રમી રાજાનું પતન પુત્ર અને પુત્રવધુ એમના પગમાં પડી કહે છે, “બાપુ! બાપુ! ક્ષમા કરે, ક્ષમા કરે. આ અમે તમને બહુ રંજાડ્યા છે. ભલું થજે, આ નાના બાળનું કે એણે અમારું ભાન ઠેકાણે આપ્યું.” બસ, ત્યારપછી તે ડોસાની પરિસ્થિતિ અવલ બની ગઈ
સારાંશ, પત્ની પતિનું બરાબર સાચવતી હતી એટલે એ પતિના બાપનું ન સાચવે, અવગણના કરે એની એ પતિને પરવા નહતી.
ત્યારે ક્યાંક એવું પણ બને ને કે છોકરો જરાક ઉદાર હોય અને એની પત્ની અને પિતા કરકસરિયા હોય, એટલે બાપ ડું ઘણું વહુને સાચવવા આપે અને વહુ સસરાની બરાબર સરભરા કરતી હોય, તે પછી એ સાસરે દીકરા પ્રત્યે વહુથી થતી અવગણનાને બહુ ન ગણે! આવું બને ને ? વાત આ જ છે કે દરેકને પોતાને સ્વાર્થ સરે છે ત્યાં પછી એ સ્વાર્થસારક વ્યક્તિ તરફથી થતી બીજાની અગવડ-અવગણનાની પરવા નથી.
કે સંસાર લઈ બેઠા છે? આસુરી વૃત્તિવાળા લકોને? કે દૈવી ઉદાર વૃત્તિવાળા લેકેને?
કે સંસાર?
નરકાગારની વિટંબણાથી ખદબદતો? કે સ્વર્ગ પુરીને સુખદ વર્તાવથી મઘમઘતે?