________________
૪૩૮
રમી રાજાનું પતન કુળ-જ્ઞાતિ-બળ દુર્લભ –
આર્ય દેશમાં ય હલકા કુળવાળા ઘણ; તે છેડી સારું કુળ પામવું, કુળમાં ય સારી જ્ઞાતિ મળવી, એમાં ય રૂપસમૃદ્ધિ અર્થાત્ પાંચે ઈન્દ્રિય પરિપૂર્ણ મળવી, અને એમાં ય આરોગ્યબળ-સંઘયણબળ મળવું એ ઉત્તરોત્તર કઠિનકઠિન છે. તશ્રદ્ધા અતિ દુર્લભ –
અરે ! એ બળ પણ મળ્યું તે દીર્ઘ આયુષ્ય અને સારા આચાર મળવા ક્યાં સહેલા છે? અને એ પણ કદાચ મળે તે ય તે ગતાનુગતિક ચાલે છે. ત્યારે તત્વબોધ મળે અને એમાં ય તત્ત્વશ્રદ્ધા જામવી એ તે વળી કેટલું યા દુષ્કર છે. જગતમાં દેખાય છે કે ધર્મ તત્વની જાણકારી હોવા છતાં ય દિલની રુચિ ઘર-દુકાન–પૈસા પરિવાર-પ્રતિષ્ઠા તરફ જે ઝૂકે છે તે ધર્મ તત્વ તરફ નહિ ! પછી ભલેને મંદિર-ઉપાશ્રયે જવાને, સુપાત્રદાન દેવાને, પોતાના ઈષ્ટ દેવ-ગુરુ તરીકે અરિહંતદેવ અને નિગ્રંથ મુનિઓને માનવા વગેરેને આચાર મળતે ય હાય, અને એમને સત્સંગે ધમધ પણ મળે હાય ! આચાર અને બેઘ ઊભા રહેશે બાજુએ, અને હૈયાની રુચિ સંસાર-સુખસગવડ તરફ ખેંચાઈ રહેશે ! માટે જ તવરુચિ થવી ઘણું દેહિલી! ખેર! કદાચ તત્વચિ પણ થઈ તે ય હવે વિષયસંગ છેડી શીલ-સંયમ ચારિત્ર મહાવ્રતે પામવા ઘણા ઘણું મુશ્કેલ છે. કેમકે શ્રદ્ધા થઈ છતાં જવની રાગદશા અને.