Book Title: Rukmi Rajanu Patan Ane Utthan Part 02
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 463
________________ રુમી રાજાનું પતન શ્રેણિકની હરોળમાં બેસાય? દાંતસળીથી પરીક્ષા – પરંતુ આ પૂછતાં પહેલાં જરા એટલું વિચારજો કે એક તે તમે કેની હરોળમાં બેસવા માગે છે? શાયિક સમકિતના ધણુ અને પ્રભુએ સિકકો મારેલી જવલંત ધર્મ શ્રદ્ધાવાળા અને તીર્થકરના જીવ શ્રેણિક-કૃષ્ણ મહારાજની હરળમાં બેસી વાત કરે છે ? તમારા દેદાર તે તપાસ કે તમારું હૈયું કેવું છે અને એ ઉચ્ચ આત્માઓનું કેવું ? તમારું હૃદય કોના પક્ષમાં ઢળે છે, સંસારના? કે જિનભક્તિ-જિનવચનના પક્ષમાં? શું જિનશાસન મળ્યા પર જગતની મોટી સમૃદ્ધિ-પરિવાર અસાર તુચ્છ લાગે છે ખરાં ? કે નાનકડી દાંત ખેતરવાની સારી સળી પણ સારભૂત લાગે છે? એની ખાતર પણ જરૂર પડ્યે ગુસ્સો કરવા, વિહ્વળ થવા, અને મનમાં એજ રમાડ્યા કરવા તૈયાર ખરા ? સારભૂત શું અને અસારભૂત શું લાગે છે? કયું ગુમાવતાં હૈયું દુભાય છે? શાસનનું કે સંસારનું? આત્મહિતનું કે કાયાહિતનું? શ્રેણિકમાં ધર્મશ્રદ્ધા ઉપરાંત કેટકેટલું? બીજું એ તપાસે કે શ્રેણિક કૃષ્ણ મહારાજ વ્રતપચ્ચકખાણરૂપી ધર્મ-આરાધન નહોતા કરી શક્તા, પરંતુ બીજી બાજુ ધર્મ-આરાધના કેવી કેવી કરતા હતા? એની ખાતર કે ભેગ દેતા હતા? શું એ વિના જ એ કેરી એકલી ધર્મશ્રદ્ધા રાખી બેઠા હતા?

Loading...

Page Navigation
1 ... 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498