________________
૪૫૦
રુમી રાજાનું પતન તેલીના તેલિયા કપડાની ચિકાશ દૂર કર્યા વિના એને ગમે તેટલું સુંદર રંગના ફંડામાં ઝબળે, પણ રંગ એને ક્યાંથી પૂમે પૂમે ચટે?
આપમતિના હિસાબ કેરાણે મૂકી જ્ઞાનીના હિસાબ અંતરમાં ઊતારે. જ્ઞાનીના ઉપદેશ પર અથાગ બહુમાન હોય તેથી એના કહેલા ધર્મમાર્ગ ઉપર ભારેભાર બહુમાન થાય. તે જ પિતાના હિસાબ તુચ્છ લાગે, અને એ લાગવાથી એને બાજુએ મૂકી જ્ઞાનીનાં વચન મન પર લેવાય. માટે તે શાસ્ત્ર કહે છે કે,
વીતરાગની વાણીનાં શ્રવણના અધિકારી તે છે કે જેને એના પર બહુમાન છે. જે એ બહુમાન છે તે એની સામે આપમતિ પર અવમાન–અબહુમાન થાય. એ આપમતિ તુચ્છ લાગે. જે આવું ન લાગવાને પાયાને વાંધો હોય તે પછી ગમે તેવા ઉપદેશ પણ નિરર્થક જાય, દિલને જરાય ચમકાવી ઊભા ન કરી શકે. એમાં નવાઈ નથી.
ઉપદેશ પર બહુમાન શાને કહેવાય? –
અલબત્ આથી એમ નથી કહેવું કે “જેટલે ઉપદેશ સંભળાય એટલે બધે અમલમાં આવે જ જોઈએ, ના, નય આવે, પણ દિલ તે જરૂર ચમકાવે. આત્માને ભડક તે ઊભી થવી જ જોઈએ, અને એનું પરિણામ એ, કે
(૧) જ્ઞાનીના ઉપદેશની સામે પિતાની આપમતિ ન મૂકાય અને એના પેટા હિસાબ પર ખેદ થાય;