________________
૪૪૪
રમી રાજાનું પતન શાહુકાર કે મફત પડાઉ–
એક નગરમાં વેપાર અર્થે બે શાહુકાર આવ્યા. જ્યાં વેપાર કરે એની તપાસ કરે છે, પણ હજી કઈ એવા વેપારમાં દિલ બેસતું નથી. એવામાં ત્યાં એક મેટી મિલ હતી એના કેટલાક મજુર કામદારને લઈને આ શાહુકાર પાસે આવ્યા. બંનેને જુદા જુદા મળવાનું બને છે.
એમાં પહેલાં એકની પાસે કામદાર એવી માગણી મૂકે છે કે “આ મજુરને ચેડાં નાણું ધીરે. વ્યાજ સાથે પાછા અપાવવાની જવાબદારી મારા માથે. શાહુકાર ના પાડે છે, કેમકે એને બીજા વેપારમાં ઝટપટ પૈસા રોકવાની ગણતરી છે.
પેલા અહીંથી ઊઠી ગયા બીજા શાહુકાર પાસે. એણે જોયું કે હમણાં તે વ્યાજની આવક ચાલુ કરી દેવા દે. એટલે એ તે ધીરવા તૈયાર થઈ ગયે, અને બરાબર દક્ત કરાવી લઈ મજુરને નાણું ધીર્યા.
હવે સમય આવે ત્યારે પગારના દિવસે કામદાર શાહુકારને બોલાવી મિલના દરવાજા બહાર બેસાડે છે, અને પેલા મજુર પણ એણે પાથરેલા ફાળમાં પગારમાંથી ઉછીના લીધેલાં નાણા નાખે છે, અહીં પેલે પહેલે શાહુકાર પણ આ જોઈને નાણું લેવાની આશાએ બાજુમાં ફાળ પાથરી બેઠે. કિન્તુ કઈ એના પાથરણમાં એક રાતી પાઈ પણ નાખતું નથી. ત્યાં એને કામદાર પૂછે છે.