________________
અને ઉત્થાન શલસંપત્તિ જરૂરી છે. એને સાધવાની સામગ્રીરૂપે માનવભવ, ઈન્દ્રિયપટુતા, આયુષ્ય, બળ, વગેરે મળ્યું છે. એટલે બ્રાહ્મણી કહે છે તેમ આ સામગ્રીના ઉપગમાં જ ઝટપટ. કામે લાગી જવા જેવું છે. સંસારની સાધનાના વિષમાં ને સ્વજન-સમૃદ્ધિમાં શું મુંઝાવું? એમાં પુરુષાર્થને શે વિડંબ? એ તે બહુ વાર મળ્યા, ને બહુ વાર એમાં મુંડાવ્યું; મેક્ષની સાધન-સામગ્રી જે નહતી મળી છે. મળી છે તે પુરુષાર્થને જશ અપાવ જોઈએ.
બ્રાહ્મણી આગળ વધતાં કહે છે.
–હે ભાગ્યવાને! ધર્મશ્રવણ તે અનેક લાખ કોડે ભવમાં પણ પ્રાપ્ત કરવું કઠિન છે. તે જે અહીં મળી ગયું તે હવે એ સાંભળેલા ધર્મને જે બરાબર આચરણમાં નહિ ઉતારે તે ફરીથી પણ એ ધર્મ દુર્લભ થઈ જશે. એનું કારણ આ છે કે–
ફરીથી પણ ધર્મ પ્રાપ્ત થાય એ માટે પુણ્ય અને સુસંસ્કારનાં નાણું જોઈએ છે. એ અહીં પ્રાપ્ત ધર્મનાં સેવનથી જ ઊભાં થાય.
પરંતુ જે વર્તમાન કાળે મળેલ ધર્મને સેવતે નથી અને “ભવિષ્યમાં ધર્મ મળે એમ પ્રાર્થના કરે છે એ કયા મૂલ્ય ઉપર ભવિષ્ય કાળે એ ધર્મ મેળવવાને અધિકાર રાખે ?