________________
૩૮૯
અને ઉત્થાન
ધર્મ બળરૂપ છે. ગુસ્સાની સામે ગુસ્સે એ સાચું બળ નહિ, કેમકે એમાં તે કદાચ સામેથી જોરદાર આવી ય પડે ! અગર બીજું નુકસાને ય ઊભું થાય! દા. ત. વૈર–વિરોધ-દુર્ભાવ ઊભું થાય. એ પછી ભારે પડી જાય છે. ત્યાં જીવ ઢીલે ઘેંસ બની જાય છે. બળ ક્યાં રહ્યું? ત્યારે ગુસ્સાની સામે ક્ષમાધર્મ એ સાચું બળ છે. એમાં પસ્તાવાનું રહેતું નથી. જે સમજી-કરીને ક્ષમાધર્મ સેવીએ છીએ, તે પછી આપણી શાંતિથી કદાચ સામે વધુ જોર મારે, તે ય આપણું સત્ત્વ આપણું ખાશ, એને કઈ આંચ નથી. એમ વીતરાગની ભક્તિ, સાધુ સેવા, અનિત્ય આદિ ભાવના, આ બધો ધર્મ અર્થાત્ દાન–શીલ–તપ વગેરે ધર્મ એ એવું એક અદ્ભુત સામર્થ્ય તૈયાર કરે છે કે એના પર આત્માને મહાત્ કરનારા આંતરિક દોષે-દુશમને ઢીલા ઘેંસ પડી જાય છે. અનુભવે આ સમજાય એવું છે. અનુભવ કરી જુઓ, તે જરૂર બળનું સંવેદન થશે.
ધર્મબળ જેવું જગતમાં કઈ બળ નથી.
મેટ સમ્રાટ રાજાઓની જહાંગીર એની આગળ તુચ્છ છે, મોટા દેવતાઈ બળ અકિંચિત્કાર છે. માટે તે ‘દેવા વિ તં નમસંતિ જેનું ધર્મમાં જ મન છે, એને દેવતાઓ પણ નમસ્કાર કરે છે.'
સુદર્શન શ્રાવકને જોઈ અર્જુનમાલીના શરીરમાં પેઠે યક્ષ ભાગી ગયે.