________________
૩૯૬
રુક્ષ્મી રાજાનું પતન શ્રીપાળની નવપદની આરાધનાના ધર્મના પ્રભાવે જુઓ, કેટકેટલું થયું ? વિદ્યાધરને વિદ્યા યાદ કરાવી આપી! સુવર્ણરસ–સાધકને રસસિદ્ધિ સધાવી દીધી ! ધવલનાં વહાણ ચલાવી આપ્યા! રત્નદ્વીપ પર મંદિરનાં બંધ થયેલા દ્વાર ખેલી દીધાં! ધવળે શ્રીપાળને સમુદ્રમાં પાડતાં મગરમચ્છની નાવડી બનાવી આપી! કેટલું ! ધર્મ કે મહિમા જગાવી દે છે! આવા મહિમાકારી ધર્મ પર શું શ્રદ્ધા વધારવાનું અને એની જોરદાર સાધના કરવાનું નથી સૂઝતું ? ને ભળતી વસ્તુની જોરદાર શ્રદ્ધા અને સાધના કરવાનું મન થાય છે?
ધર્મ સુખ-પરંપરાને સર્જક છે. સિદ્ધ હકીકત છે કે જગતમાં ધમી થેડા અને સુખી પણ થેડા, એટલે કે એ ચેડા લોકો સુખ પામેલા તે ધર્મથી જ પામેલા. માટે કહો, સુખ ધર્મથી જ મળે. “सुखं धर्माद् दुःखं पापात् , सर्वशास्त्रेसु संस्थितिः।
બધા જ શાસ્ત્રમાં આ વ્યવસ્થા છે કે સુખ ધર્મથી “અને દુઃખ પાપથી મળે છે.
સુખ સારી ચીજ લાગે છે તે તે સારી કરણી અને સારા ભાવથી મળે? કે ખરાબ ભાવથી ? કહેવું જ પડે કે સારાથી જ નીપજે, ધર્મથી સુખ નીપજે. હવે એમાં જે ધર્મ પણ શુદ્ધ ભાવે કર્યો હોય તે એ પણ સંસ્કાર ભવાંતરે પુણ્યની સાથે જાય. ત્યાં એ જાગ્રત થતાં વળી