________________
૪૩૨
રુકમી રાજાનું પતન અતિ મુશ્કેલ છે કે જાણે સમુદ્રને હાથેથી તર! અતિ તીર્ણ દારુણ તલવારની ધાર પર અટક્યા વિના ચાલ્યા જવું ! સારી રીતે ભડભડ સળગતી અગ્નિની જવાળાઓ પી જવી ! સૂકમ પવનથી કેથળો ભર! મટી ગંગાનદીના ઘડા પૂરમાં સામા પ્રવાહે જવું ! હજારોના તેલમાપથી મોટા મેરુને તેળવો ! અત્યંત દુર્જય વિશાળ ચતુરંગ સેનાને એકલે હાથે ધીરતાથી જીતી લેવી ! પરસ્પર વિપરીત દિશામાં ફરતા આઠ ચકેની વચમાંથી રાધાપુતળીની ડાબી આંખ વીંધવી! જાણે સમસ્ત ત્રિભુવન પર વિજય મેળવી નિર્મળ યશકીર્તિ જય-પતાક પ્રાપ્ત કરવી ! માટે હે ભવ્ય લકે! આ મહાગ્રતાદિ ધર્મના સેવનથી વધીને બીજું કશું અત્યંત દુષ્કર નથી. બીજા ભાર તે વહન કરાય છે, કેમકે તે વહવાનું તે વિશ્રામ કરીને થઈ શકે છે. પણ અતિ ભારે શીલ-મહાવતને ભાર તે જીવનભર વગર-વીસામે વહન કરવાનું હોય છે?
મહાવતેને ભારે ભાર –
બ્રાહ્મણની નજર સામે પાપના ઘેરાવાવાળા આ વિશ્વમાં જીવની કેટકેટલી કંગાળ દશા છે એને તાદશ ચિતાર ખડે છે. એમાંથી બચી શુદ્ધ પવિત્ર ધર્મમય જીવનમાં આવવું, એ કેટલું કઠિન છે! એને એ સારી રીતે સમજે છે. જેમ દુનિયામાં મોટા સાહસિક કામ કરવા માટે કેટકેટલા ભાર ઉડાવવા પડે છે, એમ અહીં તે નિષ્પાપ ધર્મમય જીવન બનાવવું છે, તે એ સારુ એથી ય વિશેષ ભાર ઊંચકવાની જરૂર છે.”