________________
૪૩૪
રુમી રાજાનું પતન કરી! સનસ્કુમાર ચક્રવર્તીએ ભયંકર રેગથી ગ્રસ્ત શરીરે કેવી કઠોર તપ-સંયમની સાધના કરી ! સીતાજીએ ચારિત્ર લઈ કેવું કઠેર આરાધ્યું ! ત્યારે શું એ વિના જ સુંવાળા રહીને ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત કરી હશે? ધન્ના અણગારે અને ધન્ય-શાલિભદ્ર મહામુનિઓએ કેટકેટલી પ્રખર સાધના કરી ! દઢ નિર્ધારવાનું મન બનાવ્યા વિના એ શક્ય નથી.
અનુસંધાન –
વિશ્વહિતકારી વિશ્વવંદ્ય પ્રભુ મહાવીર પરમાત્માએ રુકમી રાજાનું દીક્ષા બાદ અંતે શલ્ય રાખવાથી પતન અને એનાં દુઃખદ પરિણામને અધિકાર બતાવ્યું તે પછી ઉત્થાનને અધિકાર બતાવતાં મનુષ્યભવે મુનિપણામાં એક વચનદેષના પ્રતીકારરૂપે જીવનભર મીન અને પૃથ્વી-પાણીઅગ્નિ જીવની કડક રક્ષા–સંયમ તથા કડક બ્રહ્મચર્યનું પાલન બતાવ્યું. પરિણામે ચકવતભવે ભવ્ય ચરિત્ર-સાધના અને ગચ્છપાલન બતાવીને હવે છેલ્લે બ્રાહ્મણને ભવ વર્ણવી રહ્યા છે. ગોવિંદ બ્રાહ્મણની એ પત્ની બ્રાહ્મણ દીકરાના અતિ અનુચિત વર્તાવ પર મૂચ્છ અને જાતિસ્મરણ પામી જાય છે. ભાન આવતાં પતિ વગેરે બધા ત્યાં એકત્રિત થઈ ગયેલાના પૂછવા પર કહી રહી છે કે સ્વાર્થમાં જ લુબ્ધ સગા સ્નેહી-પરિવારના ભરોસે રહે નહિ, અને એકમાત્ર ધર્મની સાધના કરી લે. એ ધર્મ પણ સામાન્ય નહિ, કિન્તુ મહાવ્રતાદિ ચારિત્ર-ધર્મ કે જે પાળ અતિ દુષ્કર છે, જાણે ભુજાબળે જ મહાસમુદ્રને તરી જ વગેરે. એનું