________________
અને ઉત્થાન
૪૦૫
અને સાચી સપત્તિરૂપ ધ`ને હસ્તગત કરવાનું ગુમાવાય છે. આ જીવનની રમતને કાળ તે અલ્પ છે, અને તૈય પાણીના રેલાની જેમ ચાલ્યેા જાય છે ! તે જોતજોતામાં આ જીવનકાળ પૂરો થઈ જશે ! એ પહેલાં જો ધને પોતાના ન કરી લીધે તે દીઘ પરલેકમાં બીજી કાણુ એથ આપવાનું ? એથ વિના ત્યાં કેવી દુર્દશા !
સગા-સ્નેહી અને સંપત્તિ અહીંના અહીં રહે છે, અને જીવને એકલા જ જવું પડે છે એ વાસ્તવિક હુકીકત છે, મરતા માણસામાં એ સ્પષ્ટ નજરે દેખાય છે. તેમ જીવંત રહેલાઓમાં પણ જોવા મળે છે કે સગા—સ્નેહી પેાતાના સ્વાભંગ જોતાં વિમુખ થઈ વિરોધી બની જાય છે; તેમ પુણ્યને સૂરજ અસ્ત થતાં સંપત્તિ-સમૃદ્ધિ ચાલવા માંડે છે.
દુનિયામાં દેખાય છે ને કે હજી હમણાં તે લગ્નસબંધ બાંધ્યા અને ૪-૬ માસમાં જ પતિને લાગે છે કે આને સ્વભાવ, આનું રૂપ, આને વાણી-વ્યવહાર પેાતાને મનપસંદ નથી, તે પરણતાં દીધેલા બધા કાલ ફેક ! એને જ હવે દુશ્મન દેખે છે! એમ,
દીકરાને હજી હમણાં તો ઊછેરી મેટા કર્યાં પરણાગ્યે, પણ પછી પત્નીઘેલા બનતાં માબાપને શત્રુ સમજે છે!
ફાઈની સાથે વેપારમાં ભાગીદારી કરી પણ હવે એને નકામા ભાગ દેવાનું લાગતાં એને છૂટા કરી દેવા ફાંફાં મરાય છે! સગા-સ્નેહી કેટલા કાળના ?