________________
રમી રાજાનું પતન લઈ લેશે તે....” એવી ટી સર્વ ચિંતા કરી જાતને બચાવી લેવાનું કાં ચૂક ?
ખરી વાત એ કહે કે હજી એ બધે મેહ ઊતરતે નથી, એ બધું સપનાની સુખલડી જેવું સ્વપ્નની રાજ્યસંપત્તિ જેવું લાગતું નથી, એટલે અહિંસા માર્ગ લેવાતે નથી, અથવા એ પૃથ્વીકાયાદિ અસંખ્ય અનંતા જીવે પર દયાભાવ ઊછળી એની હિંસામાં હૈયે કાળો કકળાટ થત નથી. તેથી સર્વથા અહિંસક ચારિત્ર લેવાને ઉલ્લાસ થે તે દૂર રહ્યો, પણ ઉપરથી “બધા સાધુ થશે તે વહેરાવશે કણ? ” એવાં મજાક મશ્કરીનાં વચન બોલવાનું કરાય છે! પણ એ એના જેવું છે કે કસાઈની નાતમાંથી એક જણ કસાઈને ધંધે મૂકી દે, બીજે મૂકી દે, તે જેમ ત્રીજે કહે છે કે “અલ્યા! બધા જ જે આ ધંધે મૂકી દેશે તે માંસાહારીનું શું થશે?” ખરી રીતે આ ચિંતા જ ખોટી છે. માંસાહારીઓ મરી નહિ જાય. એ અન્નાહારી થઈ જશે. ત્યારે વળી પૂછે છે –
પ્ર-પણ પછી અનાજ ખૂટી પડે એનું શું?
ઉ–ખૂટે શું કામ? પછી તે અનાજ ઉગાડવા પાછળ વધારે મહેનત થવાની. આજે ય અમેરિકા રશિયા જેવા દેશમાં ધૂમ માંસાહાર પાછળ મહેનત છતાં અનાજ એટલું બધું પાકે છે કે એ પરદેશ મોકલે છે. ક્યાં ખૂટયું ? જ્યાં ખૂટતું દેખાય છે ત્યાં સરકારી આંકડાની ભ્રમજાળ ચાલે છે. બાકી તે કેટલું ય અનાજ નાશ પામી જાય છે. તેમજ