________________
અને ઉત્થાન
• ૪૨૯ વિચાર, ચિંતન, ભાવના સેવવાના. આની સાથે ગુરુને પાકા બંધાયેલા રહેવાનું હોય, તથા બારે પ્રકારના તપમાં ઉદ્યમ જે શક્તિ બધી લગાવીને થતું હોય, તે જીવની ઉન્નતિમાં શી વાર લાગે? અહંત્વ, પ્રમાદ, ઈન્દ્રિયેની ગુલામી, વગેરે તે બિચારા કયાંય ભાગી જાય.
આ બધાની સાથે પરીસહ સહર્ષ સેવવાના, એથી અનાદિની સુખશીલ વૃત્તિ, દેહાધ્યાસ-શરીરમમત્વ, સુંવાળાપણું, વગેરે પર જબરદસ્ત કાપ પડે છે, આત્મા ખડતલ બને છે. કર્મના વિચિત્ર ઉદય આવા જીવને વિકૃત યાને ઊંચ નીચ નથી કરતા. સાધનામાં ચિત્ત બરાબર લાગે છે, આત્મા–પરમાત્માને વિચાર ભૂલાતો નથી. પણ આ બધું સહન કરવાની સ્વતઃ ઈચ્છા હોય તે જ બની શકે. જગતમાં જુઓ કે થોડું પણ સહી લેવાનું માણસને કે આગળ લાવે છે! અને જશ અપાવે છે !
વાચાળતાના રોગનું ઔષધ બેન બાલકણનું દૃષ્ટાન્ત –
એક નગરમાં એક શેઠના બે સંતાન-એક પુત્ર ને. એક પુત્રી. એમાં દીકરીને બીજે ગામ પરણાવેલી. બાપને ઘેર જરા લાડમાં ઊછરેલી, તેથી અભિમાન અને વાતવાતમાં તેશ્વાઈ-તિરસ્કારના બેલ બેલવાની બહુ આદત ! સાસરું સુશીલ શિષ્ટ માણસનું, તે એ તે બધા આના હલકટ