________________
અને ઉત્થાન
૪૧૭ અને કેધાદિ કષાયે જીવને ઉપશમભાવ અને જ્ઞાનરમણતામાંથી ચૂકવે છે, માટે એને પ્રમાદ કહેવાય, એ વિષયકષાય આ કિંમતી માનવ ધર્મ–અવસરના ખંડશઃ ચૂરેચૂરા કરે છે, અને જીવને દીર્ઘ દુર્ગતિના ભયંકર દુઃખમાં પાડી દે છે, માટે આત્માના એ અનન્ય દુશમન છે. બહારના દુશમન કે સગા-સ્નેહી મિત્ર બિચારા શું કરી શકે ? આત્માના સુખની ઘોર ખોદનારી તે એ વિષય-કષાયની લગનીરૂપી પ્રમાદ જ છે. માટે એને જ નિગ્રહ કર જોઈએ.
કીતિધરની રાણી –
રઘુવંશમાં રાજા કીર્તિધરે એ જોયું કે “આ પ્રમાદમાં ઉત્તમ માનવકાળ જર્જરિત થઈ એળે જઈ રહ્યો છે!” એટલે, જે કે પુત્ર સુકેશલ માત્ર બે વરસને છે છતાં, અને પત્ની તથા મંત્રી આદિ પરિવારને રોકાઈ જવા ભારે આગ્રહ છે છતાં, એ રાજ્યપાટ છોડી ચારિત્રધર્મમાં અહિંસા -સંયમ–તપના માર્ગે લાગી ગયા ! હવે જુએ રાણીના વિષય-કષાય શું કામ કરે છે !
રાણી એ વિચારે છે કે “આ પતિ મુનિ ફરતા ફરતા જે અહીં આવશે તે પાછે આ છોકરે એમના સમાગમે ભ્રમિત થઈ ચારિત્રની વાત કરશે. માટે એમને અહીં પેસવા જ ન દેવા.” આ શી રીતે બને ? એટલે એણે નગરમાં કઈ પણ બાવા–જેગી-સાધુસંન્યાસી ન પેસે એ પાકો બંદોબસ્ત કર્યો. હવે તે એ રાજ્ય ચલાવનારી છે એટલે એને આમ કરતાં કેણ અટકાવે? સરહદમાં ચારે કેર