________________
અને ઉત્થાન
૩૮૭ દષ્ટિ ધર્મ શીખવે છે, અર્થાત કેવી રીતે એને નવાજવા કે જેથી આત્માના લાભમાં જ ઊતરે એ બતાવે છે; એના પર કેવા કેવા શુભ ભાવને કરનારી દષ્ટિ રાખવી એ દર્શાવે છે. દા. ત. અમુક પૈસા ગુમાવ્યા, ત્યાં ધર્મ બતાવે છે કે ‘સમજ આથી થોડા વધુ ગુમાવ્યા હોય તે ય સહન તે કરત જ ને ? માટે એટલા ન ગુમાવ્યાને પરમાર્થ કર; તે આ બેટનું નિમિત્ત પામી દાન-સુકૃતને આત્મલાભ થશે. અથવા એમ વિચાર કે પૈસા જવાથી આત્માનું શું ગયું? એટલું પાપ ભગવાયું, એ ગયું. એટલે મેદ ઓછો થશે. માટે આ પૈસા ખવાવાને જીવનમાંથી પાપ અને મદ ઓછા થવાનું દેખ. માટીના કૂકા વધ્યા અને ઓછા થયા, એના હિસાબ મગજમાં રાખીને શું ફાયદો? ધર્મ આવી આવી તે કેટલીય દષ્ટિ બતાવે છે, જેથી જીવ સંતાપ, "ઉમાદ, અશુભ કર્મબંધ વગેરેથી બચે.
ધર્મ તુષ્ટિકર :–
ધર્મ તુષ્ટિકર છે, તુષ્ટિ, આનંદ, ઈષ્ટસિદ્ધિ કરી આપનારે છે. પૂર્વને ધર્મ પુણ્ય દ્વારા આ કરે છે, અને વર્તમાન ધર્મ ચિત્તને વિવેકી બનાવી આ કરે છે. વિવેક પ્રગટ થવાથી બાહા અલભ્ય પ્રાપ્તિમાં પણ ઘણું દેખાય છે. બાહ્ય મૂલ્યાંકન કરતાં સ્વાત્મા અને સ્વાત્મ–હિતના તથા દેવ–ગુરુ શાસન વગેરેનાં મૂલ્યાંકન રહેવાથી એ સ્વહસ્તગત થવાને ભારે આનંદ રહે, ને ચિત્ત સમાધિ, ચિત્ત–સ્વાશ્ય રહે, એમાં નવાઈ નથી. એમાં જ સાચો આનંદ છે.