________________
૩૮૮
રુકૂમી રાજાનું પતના - જીવ દુઃખી કેમ થાય છે?
પિતાના આત્મા અને આત્મહિતનાં સાધને. કરતાં બહારની બહુ કિંમત આંકે છે, તેથી.
હમણાં જે બાહ્યને આત્મહિતે આગળ માલ વિનાનાં લેખે તે પછી એ બહાની એાછાશ-વાંકાશમાં વ્યાકુળ થાય જ નહિ. મુખ્ય જોવાનું એક જ રાખ્યું કે “મારા આત્માનું કેમ છે? એ શુભ ભાવમાં છે ને? શાસ્ત્ર એક ક્ષણભર પણ કરેલા શુભ ભાવનું કષાયોપશમનું ઊંચુ ફળ બતાવે છે, પછી વારંવાર એના અભ્યાસ ચાલુ હોય તે. શુભ ફળમાં શી કમીના રહેવાની ? ગશાળ ઠેઠ અંતે કંઈક ઉપશમ પામે, ને બારમા દેવલેકે ગયે ! નહિતર એનું તે જીવન કેવું ? ઘોર પાપભર્યું. એને બારમા દેવલેકે શાનું જવાનું હોય? એટલે વાત આ છે કે ધર્મ આવા ઉપશમ વગેરે આત્મહિતનાં ઊંચાં મૂલ્ય બતાવે છે.. એની કિંમત સમજીને ચાલે–વ, રાગાદિ ઓછા કરે, એને મસ્તી હોય, આનંદ હોય, તુષ્ટિ હોય.
ધમ પુષ્ટિકર છે. ધર્મ પુણ્યની વૃદ્ધિ પુષ્ટિકરે છે, તેમજ ગુણે તથા ધર્મનું પોષણ કરે છે. જેમ જેમ ધર્મ સાથે, તેમ તેમ પુણ્ય વધે. અરે ! માત્ર સુકૃતની અનમેદના જેવો વગર–ખર્ચને ધર્મ, વગર–શ્રમને ધર્મ સાધે, તે ય તે પુણ્ય વધારતું જ જાય છે. એમ ધર્મસેવનથી ગુણેને અભ્યાસ વધી શકે, તેમ જ ધમ–વૃદ્ધિ કરવાને રસ ઉત્સાહ જાગે છે.