________________
તે કરંડિયાર મિયાન વી જેવે ખાણ
૩૯
રુકમી રાજાનું પતન દિવસ નવકાર રહ્યા કરે! બીજા મુસલમાન એને ધૂતકારે કે “એ મૂર્ખ ! ક્યા રટતા હૈ? કાફર હે ગયા ક્યા?” પણ આને તે નવકારની સાથે નવકારને ભાવ શમ–દમ ક્ષમા–સમતા પણ ચિત્તમાં ઉતરી ગયેલા, તે કાંઈ ગુસ્સે ન કરે, દ્વેષ ન કરે, એ તે આ વેઠવા પડતા ધિક્કાર-તિરસ્કારની ય દવા નવકાર જ માને, તે વધુ હોંશથી એ રયે રાખે !
એમાં એક વાર એક મિંયાભાઈને મુનસ ચડી આવ્યું તે કરંડિયામાં સર્પ લઈ આવી રાત પડતાં ચૂપકીથી કરંડિયે આ નવકારસાધક મિંયાના સુવાના ખાટલા નીચે મૂકી આવ્યું. હવે આ બહારથી આવી જે ખાટલા પર ચડવા જાય છે કે એણે એના પર સાપ બેઠેલે છે! આ જરાય ગભરાયે નહિ, કેમકે એને તે આમે ય નવકારની રટના હતી જ, ને કંઈક વિષમ બાબત બનતાં તે એને સીધું પહેલાં નવકાર જ સાંભરે, એટલી બધી નમસ્કાર મંત્ર પર અટલ શ્રદ્ધા હતી, તેથી મનમાં નવકાર મંત્ર ગણુતે ઊભે. પેલે સાપ ચૂપકીથી બીજી બાજુથી ઊતરી બહાર ચાલી 2. કે પ્રભાવ નવકાર-સ્મરણરૂપી ધમને?
પાછું આ ભાઈને તે “નવકારથી કાંઈ ભય-આપત્તિ ન આવે, એવી નવકારની પાકી શ્રદ્ધા, એટલે વિના-ગભરામણે ત્યાં જ ખાટલા પર સૂતા. થોડી વાર થઈ ન થઈ ને ત્યાં પેલે સર્પ મૂકનાર મિંયે દેડતે આવે અને આની આગળ પગે પડી કહે છે “અરે યાર ! માફ કરના, મૈને યહાં સાપ રખા થા.”