________________
અને ઉત્થાન
૩૭ એનું શિંગડું પેટમાં લાગી ગયું. શિંગડાની અણીથી પેટમાં ગર્ભ સુધી કાણું પડી જતાં ગર્ભના બાળકની આંગળી બહાર નીકળી પડી ! ડોકટરે હવે કેમ એ આંગળી પાછી. ઘાલી ટેભા મારી દેવા એની મુંઝવણમાં પડ્યા ! છેવટે એક અનુભવી અક્કલબાજે આગળ આવી ડેકટરને કહ્યું
તમે એકદમ ટેભા મારવાનું સાધન લઈ સજાગ ઊભા રહે. હું આંગળી અંદર ઘલાવી દઉં કે તરત ટેભા મારી દેજે.' | ડૉકટર તે વિચારમાં જ પડ્યા કે “એ શી રીતે આંગળી અંદર પેસાડશે? પરંતુ પેલાએ તે સીધી દિવાસળી સળગાવી બચ્ચાની એ આંગળી પાસે જ્યાં લઈ ગયે કે તરત બચ્ચાએ આંગળી અંદર ખેંચી લીધી ! ડોકટરે ત્યાં તરત જ ટેભા લઈ લીધા.
સ્વાર્થ લુબ્ધતા દાબવા શું કરવું –
આ શું? ગર્ભના જીવને નહિ દાઝવાના સ્વાર્થની લુબ્ધતા હતી. માતાને દુઃખને એને વિચાર નહોતે, પરંતુ પિતાને દુઃખ આવ્યું કે ઝટ સાવધાન ! જીવ ગર્ભથી. માંડીને સવાર્થ લુખ્ય તરીકે ઘડાયેલ છે. ત્યારે વિચારવા જેવું છે કે જાતની આવી સહજ સિદ્ધ જેવી સ્વાર્થ લુબ્ધતાને. દબાવવા માટે કેટકેટલી જાગૃતિ અને પુરુષાર્થ જોઈએ? એની સામે સ્વાર્થપ્રિય મનને મારવાનું કેટલું બધું કરાય તે એ સ્વાર્થ તરફ ખેંચાઈ ન જાય? સ્વાર્થના પ્રલભનની સામે મનને માર્યા વિના કાર્ય સહેલું નથી કે સ્વાર્થલંપટતા ઓછી થાય. મનને મારવા માટે પણ