________________
-૩૮૦
રમી રાજાનું પતન જબરદસ્ત વિવેક પ્રગટાવ પડે કે “દુન્યવી સ્વાર્થની માયા-લંપટતા જ જીવને સારૂં ભૂલાવે છે, ઠેઠ દેવાધિદેવ સુધીનાને બાજુએ રખાવે છે, માટે અસાર છે, તુચ્છ છે, અનર્થકારી છે. તેથી એ માયા, એ લંપટતા ન જોઈએ.”
સ્વાર્થ લંપટતા કેમ ભયાનક ?
સ્વાર્થ–લંપટતામાં પરમાત્મા ભૂલાય, ગુરુ ભૂલાય, ધર્મ ભૂલાય, સંઘ-સાધર્મિક-ધર્મક્ષેત્ર ભૂલાય, એ ઓછું - નુકશાન છે? પીઠ–મહાપીઠ મહામુનિઓ સ્વાર્થ– સ્વપ્રશંસાને લુબ્ધ બન્યા તે ગુરુને ભૂલ્યા, અર્થાત્ ગુરુએ બાહ–સુબાહુના વૈયાવચ્ચ-ગુણની પ્રશંસા કરી એ સહન ન કરી શક્યા. નહિતર એ જોવું જોઈતું હતું કે “પ્રશંસા કોણ કરે છે? ગુરુ મહારાજ ! બસ ખલાસ, એ આપણે વધાવી જ લેવી જોઈએ. “ગુરુ તે ગુરુ.” આ કોણે ન જેવા દીધું? સ્વાર્થ અને માયાએ. પરિણામ? અનુત્તર વિમાનમાં લઈ જનાર ઉચ્ચ ચારિત્રને પાળવા છતાં અને અનુત્તર વિમાનમાં જવા છતાં ય પછી એમને બ્રાહ્મી-સુંદરી સ્ત્રીપણે અવતરવું પડયું !
આપણને વિચારવાને બુદ્ધિ હોય તે આ સ્વાર્થ માયાની ભયાનકતા ખ્યાલમાં આવે, અને ચંકામણ થાય કે “મારા તરણતારણ ગુરુ મહારાજની જે આવી મારી નજીવી સ્વાર્થ લગની અવગણના કરાવે, એ સ્વાર્થ લગની કેટલી ખતરનાક!” સ્વાર્થ લગની ભયંકર લાગે.
જમાલી કેમ ભૂલ્ય? ખુદ મહાવીર પરમાત્માની
A