________________
અને ઉત્થાન
૩૭૫ ભારે દુર્દશા કરે તે અમારું શું થાય? એ દુર્દશા જે અમને ન ગમે, તે પછી આ મારા બાપુજીને અમારાં આ વર્તન કેમ ગમે?”
બૈરીને કહે છે, “જે, જે, જરા વિચાર કર, આ મોટો થયા પછી એની અને એની વહુની પાસેથી તું શી આશા રાખે છે? જે સારી આશા, તે પછી આ બાપુજી આપણા તરફથી કેવી આશા રાખે? આપણે તે ભાનભૂલા બન્યા, પણ આ નાને બાળ ડાહ્યો કે એણે ભાન કરાવ્યું.'
છોકરાને બાપ પૂછે છે, “ભાઈ! તે ખરૂં કહ્યું, બાપુઅને આટલું કષ્ટ કે બીજું કાંઈ ખરું?”
હવે તે છેકરામાં વધુ હિંમત આવી છે, એથી પિતાના મા અને નોકર તરફથી દાદાને કેટકેટલી વાતની અગવડ ઊભી થતી, અપમાન મળતા, એનું કરુણાજનક વર્ણન કર્યું ! તે જાય અને કહેતે જાય !
એ સાંભળી બાપાની આંખમાંથી દડદડ પાણી પડે છે. રેતાં કહે છે,” અરેરે? તીર્થ જેવા બાપની મેં કેવી આશાતના–અવગણના કરી, અને નભાવી?” એ ધ્રુસ્કે રડી પડ્યો. બાઈ પણ હવે પીગળી ગઈ તે એ ય ચેાધાર આંસુએ રડતી કહે છે, “તમારે શું વાંક? પાપિણ હું છું તે મેં એમને સંતાપ્યા !”
આ રડારેડ સાંભળી ડોસા ઉપર આવી પૂછે છે, શું છે?”