________________
૩૭૪
રમી રાજાનું પતન નેકર કહે “ભાભી સાહેબ! હું જાણતે નથી” તે તારા વિના બીજું કેણ જાણે? જા શોધી લાવ.”
કરે બધે શેધાશોધ કરતાં માળિયા પરથી થાળી મળી આવી, તે લાવીને આપી.
આ બાઈ પૂછે છે “અલ્યા! ત્યાં કેણ મૂકી આવ્યું?” નેકર કહે, “એ મને ખબર નથી.”
બાઈ છેકરાને ધમકાવે છે, “અલ્યા બાબુડા ! તું મૂકી આવ્યો હતે?”
છોકરે હિંમત રાખી કહે છે “હા, મા!”
તાકડે પતિ ઘરમાં છે અને આ વહુ ફરિયાદ કરે છે જુઓ આ તમારે બાબુડિયે ડોસાની થાળી લઈ જઈ માળિયે સંતાડી આવ્યું હતું. કહો કાંઈ એ તેફાન.
બાપ છેકરાને પૂછે છે, “અલ્યા કેમ એમ કર્યું હતું?
છોકરે કહે છે, “જુઓ બા-બાપુજી! આ તે મેં એટલા માટે મૂકેલી કે થાળી ઘસાઈ ન જાય. કેમકે તમે પાછા ઘરડા થશે તે તમારા માટે મારે થાળી જોઈશે ને? એટલે મેં કોરાણે સાચવી રાખેલી. એમ તે દાદાજીનું કાટલું ગોદડું, જાડાં કપડાં, બધું જ મારે સાચવી રાખવાનું છે. પછી તમારા માટે એ ઉપયોગી થાય.” - શું બાપનું જીગર હતું કે આ સાંભળીને એને મમ સમજી મેં ઊંચું કરી શકે? એના મનને ભય લાગે કે આ છોકરે, નથી ને, બદલારૂપે અમારી આ બાપ કરતાં ય