________________
અને ઉત્થાન
૩૨૩ જિણસારખી, એ ન્યાયે આ તે ખરેખર દેવાધિદેવ વીતરાગ ભગવાન છે. એમના અંગ અંગ પર કેવી સરસ વીતરાગતા શોભી રહી છે! કેવા ઉત્તમ આ પ્રભુના આભપરાકમ કે દેવતાઈ સન્માન-સેવા મળવા છતાં પણ જરાય રાગ ન કર્યો! રતિ ન કરી ! રાગદ્વેષ ફગાવી વીતરાગ બન્યા ! શાતા પૂછનાર ઈન્દ્ર પર રાજીપે નહિ, ને ભયંકર જુલ્મ કરનાર સંગમ પર અરૂચિ નહિ!” આ બધું જોવાને બદલે શા માટે પ્રતિમાના ઘાટ પર અટકી જવું ? એની પાછળ જે વીતરાગની સ્થાપના છે એમની વીતરાગતા, એમના એ પ્રાપ્ત કરવાના ભગીરથ પુરુષાર્થ અને એ વીતરાગના અનંત ઉપકાર જ મનમાં ન લાવીએ? પછી શિપની બેટી તુલના અને સુઘડ શિલ્પ પર રાજી કરવા દ્વારા બીજા ઓછી કારીગરીવાળા પ્રતિમાજી પર અરુચિ કરવાનું પાપ તે ન બને.
પ્રમાદ કયા કયા ?વાત આ ચાલે છે કે પતિ-અરતિ એ પણ પ્રમાદ છે. એને ટાળો એમ, જીવની અજતના-અરક્ષા, હિંસા, સહસા પણ જૂઠ, જરાક શી પણ અનીતિ-અપ્રામાણિક્તા સહેજ પણ સ્ત્રી પ્રત્યે રાગભરી દષ્ટિ, કે તણખલાને પણ પરિગ્રહ, એ બધાય પ્રમાદ છે. નિંદા, વિકથા, કુથલી, આળ, ચાડી, એવું જ એકે એક ઇન્દ્રિયના દરેકે દરેક વિષયની આસક્તિ આકર્ષણ અને એ–વાળો વિચાર પણ પ્રમાદ. એમ લેશ પણ ક્રોધ, અભિમાન, માયા, લેભ-મમતા અને તૃષ્ણ એ પણ પ્રમાદ, એનું સેવન ટાળવાનું.