________________
૩૩ર
રુમી રાજાનું પતન બુદ્ધિ સારી શાનાથી ઘડવી? એટલે બુદ્ધિ સારી ઘડવા માટે, (૧) જે પ્રત્યે નીતરતી કરુણ અને મૈત્રી, (૨) ઇન્દ્રિયેના વિષ પ્રત્યે નફરત નિર્વેદ (3) જગતના બનાવે પ્રત્યે ઉદાસીન ભાવ (૪) આત્મચિંતા (૫) દેવગુરુભક્તિ (૬) ધર્મ-પ્રીતિ (૭) કૃતજ્ઞતા (૮) સેવા–પરેપકાર (૯) સહનવૃત્તિ (૧૦) નિરભિમાન (૧૧) નિખાલસતા; વગેરે લાગણીઓ અને એને મળતા વિચારે ચિત્તમાં વારંવાર ઊભા કરવા જોઈએ, અને ખાસ પ્રસંગે દઢ મનથી એ વિચાર પકડી રાખવા જોઈએ.
આત્મનિરીક્ષણ રાખશે તે દેખાશે કે આ શુભ લાગણીને બદલે દ્વેષ, ઈર્ષા, નિર્દયતા–વેરવિરોધ-અંટસ, ને રાગ, મમતા, તૃષ્ણા કેવા કેવા ઊઠી આવે છે ! આપણને લાગે વળગે નહિ તેવા જગતના બનાવોમાં રસ લેવાથી કોઈને કોઈ અશુભ ભાવ કેવા ઝળકી જાય છે! એની સામે જાગ્રત અને મજબૂત મનથી પેલી કરુણું– મૈત્રી નિર્વેદ ઉદાસીનતા વગેરે શુભ ભાવને ભરચક અભ્યાસ સતત રાખવે અત્યંત આવશ્યક છે. તેથી બુદ્ધિ તેવી સારી ઘડાય છે, તેવી પાકટ થાય છે.
ધર્મસાધનાનું ફળ શામાં? :
ધર્મક્રિયાઓ અને વ્રતનિયમ તપ–જપ વગેરે કરીએ એનું ફળ પણ આ લાવવું જોઈએ કે એની શુભ વાસના દિલમાં ટકીને સારા સારા વિચાર અને સારી સારી