________________
અને ઉત્થાન
૩૬ એવી સ્થિતિમાં આપણે ગમે તેટલા બખાળા કાઢીએ પણ સામા પર એ વચનની અસર નથી પડતી.
આદેય નામકર્મ અને અંતરાયક્ષયથી હિતશિક્ષાની સામા પર અસર
મૂળમાં આપણું આદેય નામકર્મનું પુણ્ય બળવાન જોઈએ; તેમજ આપણને સારું જોવા મળવાની આડે નડતા અંતરાય કમને ક્ષય નીપજ જોઈએ. તે જ આપણે બીજાને કહેલાં હિતવચનની એના પર અસર થાય. બાકી આપણું જ તેવાં પુણ્યનાં અને અંતરાયક્ષયનાં ઠેકાણું હેય નહિ. એ ઊભા કરવા ભરપૂર સ્વાત્મહિતચિંતા ને ભરપૂર હિતપ્રવૃત્તિ હોય નહિ, પછી બીજાના અંગે ગમે તેટલા અખાળા કાઢીએ, એ શું સારું પરિણામ લાવી શકે?
એટલે પહેલી વાત સામાને અંગે પ્રાર્થનાકરુણુ કરવાની હતી.
- હવે બીજી વાત એ છે કે, બીજાના અંગે તેવા વિચાર અને ઉદ્દગાર પડ્યા કર્યા કરવાને બદલે આપણું આમાના અકર્તવ્ય-ત્યાગ અને કર્તવ્યપાલન પર જ પ્રધાન લક્ષ રાખી, એનો પહેલો પ્રયત્ન રાખ્યા કર.
એથી અંતરાયક્ષય અને પુણ્યવૃદ્ધિ થઈ બધું સારું બની આવશે.