________________
૩૬૦
રુમી રાજાનું પતન () મંદિરમાં આડા-અવળા વિચાર કે બહારના વિચારમાં શું હું નથી કરતા ને?
(૫) દર્શન ખાલી હાથે કરવા નથી આવતે ને? (૬) પૂજાનાં દ્રવ્ય મારાં પિતાનાં વાપરું છું ખરે?
(૭) દર્શન-પૂજાને સાચો ઉદ્દેશ –“જે ભવ-વૈરાગ્યની વૃદ્ધિ અને સર્વવિરતિની તમન્ના, તે શું હું એ કરી રહ્યો છું ખરે?”
આવું પિતાના આત્માનું હિત તથા પિતાને વાંક વિચારવાનું કેટલું? અને કારભારી, પૂજારી, દર્શન-પૂજા કરનાર, વગેરે અંગે બખાળા કાઢવાનું અને બળતરા કરવાનું કેટલું? જે જે,
બીજાના અંગે બખાળા-બળતરામાં રમનારને પિતાના આત્માને વિચાર જ પ્રાય: નહિ રહેતો હોય.
આપણું પિતાની જ તપાસ કરીને, દેખાશે એમાં, કે
બીજાની બૂરાઈઓ પર બળતરા કર્યા કરવામાં આપણી જાતનું જ વિચારવાનું ભૂલી જઈએ છીએ.
એથી જ ભલે આપણે કેઈ ધર્મક્રિયા કે વ્રત-તપજપ કરતા હોઈએ, પરંતુ એ તેવા પ્રબળ શુભ ભાવભર્યા થતા નથી.
એથી તેવા બળવાન અંતરાયક્ષય અને પુણ્ય પાર્જન નીપજતા નથી કે જેની શુભ અસર બીજા પર પણ પડે.