________________
અને ઉત્થાન શી સારી આશા રખાય? ગુણવૃદ્ધિ ક્યાંથી દેખાય ? જેની પૂર્વ ભવથી લઈ આવેલી ઉત્તમતાને પિષવા નવપલ્લવિત કરવા માટે યોગ્ય શિક્ષણ-વાતાવરણ જોઈએ છે. એના અભાવે પાણી વિના બગીચાના છોડવાની જેમ એ સુકાઈ : જાય. એની ઉત્તમતાને સંરકરણ-શિક્ષણ દ્વારા પિષી હાય તે એ માત-પિતાના જીવનભરના પાકા ભક્ત થઈને રહે. તે જ એ કૂતરા-ગધેડા કરતાં વિશિષ્ટ મનુષ્યપણું જીવનારા બને. અસ્તુ.
પુત્રવધુ પાસેથી માતા-પિતા-પુત્ર ત્રણને સ્વાર્થ –
વાત એ હતી કે દુન્યવી સંબંધે સ્વાર્થ માયાથી ઘેરાયેલા હોઈ અંતે મિથ્યા પુરવાર થાય છે. એમ માનતા નહિ કે દીકરા જ સ્વાર્થ રમે છે, માતપિતા નહિ. એમને ય સ્વાર્થની માયા વળગી હોય છે. આજના ઘરમાં તપાસ કે દીકરાની વહુ ઘરમાં આવી પછી એના તરફથી મા, બાપ અને છેક શી આશા રાખે છે? માને કે વહુ સાસુનું કહ્યું બરાબર માનતી હોય, સાસુનો વિનય-સેવા સારી કરતી હોય, અને સસરાને ઠીક જવાબ ન દેતી હોય, તે સસરાને -શું લાગે? “ભલે મારા તરફ ગમે તેમ પણ એની સાસુનું સાચવે છે એ સરસ છે,” એમ લાગે? કે ઝટ ઠપકે દે કે કાંઈ વિનયાદિ આવડતા નથી?” અને આ ઠપકા પર વહુની સાસુ ધણને શું કહે? “એ નાદાન છે, એને હું બરાબર સમજાવીશ.” એમ કહે? કે “આ તમે જ એવા છે. વહુ તે મારી બહુ ડાહી છે, પણ તમારા બેલ પત્થર