________________
૩૬૮
રુમી રાજાનું પતન હાંડલીના દાણુ પર સંસારની ઓળખ –
બ્રાહ્મણીએ મોટા દીકરાના વર્તન અને બેલ ઉપરથી આખા સંસારની તારવણી કાઢી છે. હાંડલીમાંથી ચમચા પર ખીચડીના ચાર દાણા કાઢી તપાસ્યા, કાચા લાગ્યા, એટલે સમજી જ લેવાય છે કે હજી ખીચડી પાકી નથી. ત્યાં કાંઈ બધા દાણા કાઢી તપાસવાની જરૂર નથી રહેતી. એમ અહીં સંસારની હાંડલીમાં મોહભર્યા બધા સંબંધને તપાસવાની જરૂર નહિ, એક બે સંબંધ-સંગમાં મિથ્યાપણું દેખાઈ ગયું, એટલે વિવેકી આત્મા બધા ય સંબંધ-સંગને મિથ્યા-જુઠ્ઠા–દ્રોહકારક સમજી લે છે. એવું ન સમજી. “આ એક સંબંધ ફજુલ નીવડ્યો, પણ બીજે એ નહિ નીવડે” એમ ભરેસે રહી જે બીજા સંબંધમાં ફસાય છે. એ અંતે લાત ખાય છે. બ્રાહ્મણી વિવેકી છે. એટલે એ તે એક દીકરાની દશા દેખી સમગ્ર સંસારનું માપ કાઢી લે છે. માટે જ ત્યાં ભેગા થયેલા બધાને સાંસારિક સંબંધેની સાચી ઓળખ કરાવે છે. બધી ઓળખને સાર શે બતાવ્યા ? આ જ કે સૌ સ્વાર્થમાં રમે છે. સ્વાર્થ સરે ત્યાં સુધી સગું ને પિતાનું સ્વાર્થ પતી ગયા પછી લેવા દેવા નહિ!
પુત્રની નિષ્ફરતાનું કરુણ ચિત્રઃ
જુઓ છો ને દુનિયામાં કે માતા પિતાએ પરણવી. આપ્યા, ધંધે લગાડી દીધા, પછી છોકરાને ફિકર કેની? પત્ની-પુત્રની કે માબાપ–ભાઈઓની? શું કામ માબાપની.