________________
૩૪૨
રુમી રાજાનું પતન એમ, સટ્ટાના વેપારથી સુખ માનતા હતા, પણ ત્યાં બે ને ચાર લપડાક પડી, ભારે ખેટમાં ઊતરવું પડ્યું, ત્યાં પછી જે એની ચળ-ઝંખના ઓછી થઈ શાંત પડી જાય છે અને એમ લાગે છે કે આ સટ્ટો ખેટ, માલને વેપાર સારે, એટલે કે સટ્ટાના વેપારની જે ચળ ગઈ, તો પછી એનાથી સુખ નહિ લાગે, આવું જીવનનાં બધા ક્ષેત્રમાં સમજી લેવાનું.
સમરાદિત્ય રાજકુમાર પૂર્વ ની ત્યાગની સાધના એવી વધારતા આવ્યા છે કે હવે આ ભવમાં એમને વિષયસંગની ચળ-ઝંખના–આતુરતા નથી. તેથી એમને આ બધી મોટી રાજ્યસમૃદ્ધિથી સુખ” એવું નથી લાગતું. મા. બાપ જાણે કે “આને હીરામાણેકના અલંકાર પહેરાવે. વૈભવી શિબિકાઓમાં ફરવાનું આપે, મેવા પક્વાન પીરસે, એટલે એને મજા આવશે, પણ અહીં તે મૂળમાં પહેલી એ સંગની ખણુજ-આતુરતા હોય તે ને! ચળ બધી શાંત કરીને અહીં આવ્યા છે. એટલે એમને કશું જ સુખ માટે નથી બનતું.
પૃથ્વીચંદ્ર રાજકુમારની પણ એજ દશા હતી. એટલે તે માતાપિતા એમને મજા મણવવા માટે ઊંચા ગીત નૃત્ય અલંકાર અને રંગરાગનાં સાધન ગઠવાવી આપે છે. ત્યારે આ એનાથી સુખનો મજાક-આનંદને અનુભવ કરવાને બદલે,
ગીત વિલાપને સમ ગણે,