________________
૩૫૦
રુકમી રાજાનું પતન વિચાર કર, સારી સારી ભાવના કર, એવી જ વાણી ઉચ્ચાર, સારાં દાન દે, દેવ-ગુરુ-સાધર્મિકની ભક્તિ કર, સેવા આપ, ઇદ્રિને અને મનને અંકુશમાં રાખ..ઈત્યાદિ સુકૃત વધાર તે કાંક પુણ્યસંચય થવાથી તેને સારું જોવા મળે, ના, એવું તે કાર્ય કરવું નથી. બખાળા કાઢવા છે. શું વળશે ? જિંદગીભર બરાડ્યા કરશે, ગુસ્સા અને દ્વેષ ઠાલવ્યા કરશે, છતાં કશું સારૂં જેવા નહિ પામે, ને જિંદગીના અંતે એમ જ પહોંચી જશે !
આજે આવું ઘણું ચાલી પડ્યું છે. બાપ દીકરાઓ માટે, ગુરૂ શિષ્ય અને ભક્તો માટે, શિક્ષકે વિદ્યાથીઓ અંગે, પ્રજા અમલદારો અને સરકાર સામે બખાળા કાઢયા જ કરે છે, પણ પિતાને સારું જોવા મળે એવું ભાગ્ય વધારવા તરફ દૃષ્ટિ જ નથી જતી! પછી સામાની સારી વસ્તુ તરફ દષ્ટિ નાખવાની કે એની ભાવદયા ભાવવાની વાત જ ક્યાં ?
છાપાવાળાની ય એ દશા છે. ગૌરવ લે છે કે અમે આટલા વરસોથી સમાજ સેવા કરતા આવ્યા છીએ. પણ એને પૂછે કે સેવામાં શું કર્યું? આ જ કે વર્ષોથી એવા બખાળા કાઢ્યા કર્યા ! શું કદી એની સામે પ્રજાને એ સૂઝાડયું ખરું કે “પરિસ્થિતિ દુઃસાધ્ય જેવી છે, માટે સારું વાતાવરણ ને સારા કર્તવ્યપાલન જોવા મળે એ માટે આપણું પુણ્ય વધારે ?” ના, આ શિખવાડતાં આવડતું નથી. આવડે છે માત્ર, બખાળા કાઢવાનું. નિંદા