________________
અને ઉત્થાન
૩૫૭ રાજાના જીવને ભવ મારવાની આકાંક્ષા–આશંસાનિયાણું, એ તે મહા અશુભ ભાવ છે, એ કેમ ફળે છે?
ઉ–પ્રશ્ન સરસ છે. અહીં સમજવાનું છે કે આ નિયાણામાં એણે તે શું કર્યું, કે પોતાના આત્મામાં શ્રેષ વૈર કષાયનાં ઊંડા બીજ નાખ્યા. છતાં પ્રશ્ન થાય કે પણ પેલા ગુણિયલ આત્મા પર એ કેમ ફળવું જોઈએ? એના ઉત્તર એ છે કે ત્યાં એ સમજવું જોઈએ કે એ શુભ સંપન્ન આત્માને પિતાને એવાં અશુભ કર્મ બાકી છે કે જે કમને એવાં દ્રવ્યાદિન નિમિત્ત મળે ત્યારે એ ઉદયમાં આવે. શાસ્ત્ર કહે છે કે તેવાં તેવાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ભાવનાં નિમિત્ત પામીને કામ ઉદય પણ પામે છે, તેમ ક્ષયે પશમ પણ પામે છે. વધારે મરચું ખવાઈ જાય તે મેં બળે એ મેં બાળવાની અશાતાનું કર્મ મરચાં દ્રવ્યને લઈને ઉદયમાં આવ્યું કહેવાય. એમ અહીં ગુણસેન રાજા કે પાર્શ્વ પ્રભુના જીવને એવાં કર્મ ખરાં કે એ કમ તેવા વિધી શત્રુભૂત જીવદ્રવ્યને સંગ પામીને ઉદયમાં આવે. માટે જ જ્યારે એવાં કર્મ ખત્મ થઈ ગયાં, ત્યારે દુશમન એને એ દુષ્ટતા કરતે ઊભો છતાં, એમને એવી અશાતા અને મૃત્યુ આવ્યાં નહિ. જે માત્ર પેલાની અશુભ આશંસા પર જ આમને ભેગવવું પડતું હોત તે તે છુટકારો ક્યારે થાય? પરંતુ એવું નથી. પોતાનાં તેવાં અશુભ કર્મ હોય ત્યાં સુધી જ નિમિત્ત પામી વેઠવું પડે છે પણ પછી નહિ. અસ્તુ.
વાત એ હતી કે બીજા નાં તેવા અનિષ્ટ આચ