________________
૫૪
રમી રાજાનું પતન પાદરીની સલાહ
પાદરીએ કેફી મંગાવી બંનેએ પીધી. પછી પેલાને એ કહે છે, “જુઓ, તમે બધા ઉથાય તે કરી લીધા છે ને ? હવે જ્યારે તમારી પાસે કઈ જ ઉપાય નથી, તે હું તમને મારા ઢગલાબંધ અનુભવથી કહું છું કે ઈશ્વરની પ્રાર્થનામાં અદ્ભુત બળ છે, અને તમે અહીં જ થેડીક વાર આંખ મીંચીને પ્રાર્થના કરે કે “પ્રભુ! તું સર્વનું ભલું કરે છે. તારી શક્તિ અપરંપાર છે. તારી દયા પાર વિનાની છે. મને અટલ વિશ્વાસ છે કે તારા અચિંત્ય પ્રભાવથી મારું સારું થશે જ. બસ પ્રભુ ! તારી દયાથી મારું સ્વચ્છ થઈ જાઓ, અને બીજાને સારે સદુભાવ-સહકાર મને મળો.
પિલાએ એ પ્રમાણે આંખ મીંચીને પ્રાર્થના કરી. ચમત્કાર થયો. થોડી વારમાં આંખ ખેલીને કહે છે સાહેબ ! આપે મારા પર ગજબ ઉપકાર કર્યો છે. મારું મન સ્વસ્થ-વચ્છ થઈ ગયું છે. હવે મને હિંમત આવી ગઈ છે.
પાદરી કહે છે, “તે તમે રોજ એક ચોક્કસ કરેલા નિયત સમયે આ પ્રમાણે પ્રાર્થના કરજે.”
કહેવાની જરૂર નથી કે એથી એ ઉત્તરોત્તર સુખી થતે ગયે અને પાદરીને આવીને આભાર માનવા સાથે પિતાની ઉન્નતિ એણે કહી, હવે પૂછે,