________________
અને ઉત્થાન
૩૪૩
નાટક કાયકલેશ; મેરે લાલ, આભૂષણ નુભાર છે. ભેગને રેગ ગણેશ, મેરે લાલ...
અર્થાત, એ ગીતને વિલાપ સમ, નાટક-નૃત્યને એક કાયકલેશ, આભૂષણને બેજ, અને ભોગને રોગની સમાન ગણે છે, કહે ક્યાં સુખ લાગવાનું રહ્યું? એટલે વાત આ છે કે પહેલાં ચળ-ઝંખના–આતુરતા હોય, તે વિષય સંપર્કથી એને પ્રતિકાર કરી સુખ મનાય છે. આ ચળઆકુળતા વગેરે એક પ્રકારનું દુઃખ છે એને નિવારવાનું કરાય એમાં મૂઢ જીવ બહુ મજા અને સુખ માને છે. મજૂર એક ખભેથી ભાર બીજા ખભે લઈ માને કે “હાશ ! ફરે થયે, ગધેડાના શરીર પર ત્રણ મણ ભાર ભર્યો, એના પર પાછા કુંભાર ચડી બેઠે, છેડે ગયા પછી કુંભાર ઊતરી જતાં ગધેડે માને કે “હાશ! સુખી થશે.”
ત્યાં શું ખરેખર સુખ મળ્યું કે માત્ર એટલું દુખ ક્ષણભર ટળ્યું? ખરજવાની ખણજ ઉપડી. સારી પેઠે ખર્યું, સુખ લાગ્યું, ત્યાં શું ખરેખર સુખ મળ્યું કે ક્ષણભર ખણજનું દુખ ટળ્યું? જે ત્યાં ખરજવું એ ખરેખર એ સુખનું સાધન લાગતું હોત તો ખરજવું મટાડવાની દવા જ ન કરત. સુખનું સાધન મિટાવવા કેણ ચાહે?
વિષય-સંપર્કની ચળ મટે તે જ સાચું સુખ મળે –
એટલે વાત આ છે કે દુનિયાના વિષયમાં ખરેખર