________________
૩ર૭
અને ઉત્થાન થઈ જાય એવે. પરંતુ એનું ફળ દીર્ઘકાળનું અને નકર દુઃખ દે એવું !! તે શા સારુ એવી મૂઢતા કરી કુવિચાર મારે જાતે જ ઉભો કરે ? એવા કુવિચાર કરાવનારી જડની લાલસાને શા માટે જ પિષવી ? જડ પદાર્થો તે વિનશ્વર હાઈ કાંઈ લાંબા ટકતા નથી. પરંતુ એની ઘેલી લાલસાની પાછળના કુવિચારમાત્રના ય પાપ દીર્ઘકાળનાં દુઃખ ઉભા કરે છે, તે મારે જ વેઠવા પડે છે. જવા દે એ લત, એ લપ. મારા આત્માને એવી લાલસા અને કુવિચારથી ખરડવાની જરૂર નથી. લાલસા કરવી છે તે ઉચ્ચ આત્મગુણે અને ત્યાગ તપ આદિની આત્મસંપત્તિની જ કાં ન કરું? વિચાર જ કરવા છે તે જિન-ચરણમાં જિનાજ્ઞાપાલનમાં જ લીન થઈ જવાના કાં ન કરું?
આ સમજ હેય ને એવી કૂડી-લાલસા વિચારણાથી બચે તે દુઃખદ કુદરત સર્જાતી અટકે. સૂર્યશ્રી બચી નથી, તેથી અહીં એના પાપના ઉદયે જન્મતા એની માતા મૃત્યુ પામી. હવે એને પિતા સૂર્યશિવ બીજી તાજી પ્રસૂતિ પામેલી સ્ત્રીઓ પાસે કરગરીને એને સ્તનપાન કરાવી કરાવી મહાકુલેશથી ઊછેરી રહ્યો છે. એમ કરતાં કરતાં એને. બાળભાવ પસાર થઈ ગયો.
મહાદુકાળ – એટલામાં એવું બને છે કે ત્યાં બારવરસને ભયંકર દુકાળ પડે છે! લેક કકડે કકડે એ દેશ છોડી ચાલતા થાય છે, બીજા વિના તે નભાવે પણ